દ.કોરિયા 5G લોન્ચ કરનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો

દક્ષિણ કોરિયા | Apr 05, 2019, 11:02 IST

૫જી મોબાઇલ નેટવર્ક શરુ કરવામાં દક્ષિણ કોરિયાએ ઉપલબ્ધિ હાસિલ કરી છે. ૩ એપ્રિલ, બુધવારના રોજ ૧૧ વાગે સિયોલ ખાતે 5G સેવા શરુ કરવામાં આવી છે.

દ.કોરિયા 5G લોન્ચ કરનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો

૫જી મોબાઇલ નેટવર્ક શરુ કરવામાં દક્ષિણ કોરિયાએ ઉપલબ્ધિ હાસિલ કરી છે. ૩ એપ્રિલ, બુધવારના રોજ ૧૧ વાગે સિયોલ ખાતે 5G સેવા શરુ કરવામાં આવી છે. જો કે 5G લોન્ચની તારીખ ૫ એપ્રિલ ની કરવામાં આવી હતી, પરંતુ અમેરિકી કંપનીઓને માત આપવા માટે તથા દક્ષિણ કોરિયાએ બે દિવસ અગાઉ 5G સેવા શરુ કરી. ૪ઞ્ ની સરખામણીમાં 5G નેટવર્ક ૨૦ ગણી ઝડપ આપશે.

દક્ષિણ કોરિયાની ટોપ ૩ ટેલિકોમ કંપનીઓ એસકે, કેટી અને એલજી યૂપ્લસે રાષ્ટ્રવ્યાપી આ યોજના શરુ કરી છે. 5G સર્વિસ પહેલી વખત દક્ષિણ કોરિયાના ૬ સેલિબ્રિટી ફોન પર એક્ટિવ કરી છે. તેના કે-પૉપ બેન્ડ ઇએક્સઓના બે સભ્યોની સાથે ઓલિમ્પિક આઇસ સ્કેટિં હિરો કિમ-યૂ-ના સામેલ છે. આમ સામાન્ય લોકોને શુક્વારથી આ સેવાનો લાભ મળશે.

આ પણ વાંચોઃ કૉલમ : યાદગાર વેકેશન ને ઇસ્તંબુલ ઍરપોર્ટ પરની રઝળપાટ

સેમસંગ ગેલેક્સી એસ૧૦ 5G મોડલ પહેલી વાર ૫ નેટવર્કથી શરુ કરવામાં આવશે. સેમસંગ પણ દક્ષિણ કોરિયાની કંપની છે. સેમસંગે ફેબ્રુઆરીમાં પોતાનો પહેલો ૫જી સ્માર્ટફોન રજૂ કર્યો હતો. તેની કિંમત લગભગ ૨ હજાર ડોલર છે. નિષ્ણાતો મુજબ, સેમસંગે આ પગલુ ૫જી હેન્ડસેટ બનાવવાની રેસમાં ઉપલબ્ધિ મેળવી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK