ચંદ્ર પર 2024માં પહોંચશે વિશ્વની પહેલી મહિલા, NASA કરી રહી છે તૈયારી

22 July, 2019 06:03 PM IST  |  મુંબઈ ડેસ્ક

ચંદ્ર પર 2024માં પહોંચશે વિશ્વની પહેલી મહિલા, NASA કરી રહી છે તૈયારી

NASA

NASAએ ચંદ્ર પર લેન્ડિંગના 50 વર્ષ પૂરા કરી લીધા છે. US સ્પેસ એજન્સી હવે પોતાના Artemis પ્રૉગ્રામ સાથે આગામી મોટું પગલું ઉપાડવાની યોજનામાં છે.

NASAએ ચંદ્ર પર લેન્ડિંગના 50 વર્ષ પૂરા કરી લીધા છે. US સ્પેસ એજન્સી હવે પોતાના Artemis પ્રોગ્રામ સાથે આગામી મોટું પગલું લેવાની યોજનામાં છે. આ પ્રોગ્રામ હેઠળ ચંદ્ર પર 'પહેલી મહિલા અને બીજા પુરુષ'ને મોકલવાની યોજના છે. NASAએ કહ્યું કે - આ મિશન અંતર્ગત અમે માનવને ફરી ચંદ્ર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આનાથી અમે માર્સ પર જવા માટે પણ તૈયાર થઈ જશું. અંતરિક્ષ યાત્રીને ફરી એકવાર ચંદ્ર પર પહોંચાડવા માટે આ પ્રોગ્રામને 2024 સુધી લૉન્ચ કરવામાં આવશે.

યૂએસ સ્પેસ એજન્સીએ કહ્યું કે, Artemis પ્રોગ્રામ દ્વારા, અમે બધાં ચંદ્ર પર પહેલી મહિલા અને બીજા પુરુષને જતાં જોશું. Artemis અમારા માર્સ પર જવાના રસ્તા પર પ્રકાશ પાડશે. આ મિશન સાથે NASA ચંદ્રના તે ભાગની શોધ કરવાની યોજનામાં છે, જેને પહેલા ક્યારેય જોવાયું ન હોય. આ ટેક્નોલોજીને ટેસ્ટ પણ કરવામાં આવશે, જેનાથી સોલાર સિસ્ટમમાં મનુષ્યને પહોંચવાની સીમાઓનો વિસ્તાર થશે.

આ પણ વાંચો : ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ

NASA પ્રમાણે, અમે હવે ચંદ્ર પર પહોંચવા માટે ચંદ્ર પર નહીં જઈએ, પણ બધી ટેક્નોલોજી, વિજ્ઞાન અને માનવીય પ્રયત્નો પછી એ સાબિત થશે, જો માર્સ સુધી પહોંચવાના મિશન માટે મદદરૂપ હશે. લૂનર સરફેસ પર અમે પાણી બરફ અને અન્ય પ્રાકૃતિક સાધનોને વધુ શોધીશું, જેનાથી આગળ સ્પેસમાં વધુ ટ્રાવેલ કરી શકાય. ચંદ્ર પછી મનુષ્ય માર્સ સુધી પહોંચવાનું મોટું પગલું ભરશે.

tech news technology news nasa