બ્રિટનના મહેલમાં લાગશે સોનાનું ટૉઇલેટ, સામાન્ય લોકો પણ વાપરી શકશે

04 May, 2019 01:44 PM IST  | 

બ્રિટનના મહેલમાં લાગશે સોનાનું ટૉઇલેટ, સામાન્ય લોકો પણ વાપરી શકશે

બ્રિટનના મહેલમાં લાગશે સોનાનું ટૉઇલેટ

ઇંગ્લૅન્ડના બ્લેનહેમ કાઉન્ટીના મહેલમાં સૉલિડ સોનાનું ટૉઇલેટ કમોડ લગાવવામાં આવ્યું છે. બ્રિટનના પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનો જ્યાં જન્મ થયો હતો એ રૂમની નજીકમાં જ આ સોનાનું કમોડ બેસાડવામાં આવ્યું છે. ‘ધ ગાર્ડિયન’માં પબ્લિશ થયેલા સમાચાર મુજબ કમોડ એક એવી કલાકૃતિ છે જે મૉરિજો કૅટિલેને બનાવી છે અને 18 કૅરૅટના સોનાથી બની છે. એને ઑક્સફર્ડશરના બ્લેનહેમ મહેલમાં લગાવવામાં આવશે. આ કમોડ એ વખતે ચર્ચામાં આવેલું જ્યારે એક મ્યુઝિયમે એને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને આપવાની રજૂઆત કરી હતી.

હાલમાં 300 વર્ષથી વધુ સમયથી આ મહેલમાં માર્લબોરો પરિવાર રહે છે. બ્લેનહેમ આર્ટ ફાઉન્ડેશનના સંસ્થાપક એડવર્ડ સ્પેન્સરનું કહેવું છે કે, આલીશાન ઘરમાં પેદા થવા છતાં મારી પાસે કદી સોનાનું કમોડ નહોતું. આ કમોડ સામાન્ય જનતા પણ વાપરી શકે એવી ગોઠવણ કરવામાં આવશે. એ માટે બુ‌કિંગની વ્યવસ્થા કેવી રહેશે એ ટૂંક સમયમાં જાહેર થશે.

આ પણ વાંચો: બે ફુટ ત્રણ ઇંચના ભાઈની પોલીસ ફરિયાદ, ‘પેરન્ટ્સ લગ્ન નથી કરાવી આપતા’

2016માં ન્યુ યૉર્કમાં આવું જ એક કમોડ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું હતું જ્યાં અંદર જવા માટે લોકો બે-બે કલાક સુધી લાઇનમાં ઊભા રહેતા હતા અને સફાઈ કામદાર દર 15 મિનિટે એની સફાઈ કરતા હતા

hatke news