બે ફુટ ત્રણ ઇંચના ભાઈની પોલીસ ફરિયાદ, ‘પેરન્ટ્સ લગ્ન નથી કરાવી આપતા’

Updated: May 04, 2019, 13:44 IST

અઝિમ પાંચમા ધોરણ સુધી જ ભણ્યો છે અને તેની ફરિયાદ હતી કે તેનો પરિવાર તેને માટે યોગ્ય જીવનસાથી મેળવવામાં મદદ નથી કરતો. અઝિમ ખૂબ ડેસ્પરેટ હતો એ જોઈને પોલીસની એક ટુકડી કૈરાનાના ચોકબજારમાં આવેલા તેના ઘરે જઈને યુવકના પેરન્ટ્સને મળી હતી.

બે ફૂટ ત્રણ ઈન્ચ હાઈટ ધરાવતા ભાઈની અજીબ ફરિયાદ
બે ફૂટ ત્રણ ઈન્ચ હાઈટ ધરાવતા ભાઈની અજીબ ફરિયાદ

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાના ગામમાં સબ ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ અમિત પાલ શર્માને બે દિવસ પહેલાં એક વિચિત્ર ફરિયાદ મળી છે. દેખાવમાં બાળક જેવો લાગતો બે ફુટ ત્રણ ઇંચની હાઇટ ધરાવતો ૨૬ વર્ષનો અઝિમ મનસૂરી નામનો યુવક અર્જન્ટ મદદ જોઈએ છે એવું કહીને પોલીસ-સ્ટેશનમાં આવી ચડ્યો હતો.

આ પણ વાંચો: ચાર બેડરૂમનું ઘર ફ્રીમાં વેચવાનું છે, પણ એક શરતને કારણે કોઈ લેવાલ નથી

અઝિમ પાંચમા ધોરણ સુધી જ ભણ્યો છે અને તેની ફરિયાદ હતી કે તેનો પરિવાર તેને માટે યોગ્ય જીવનસાથી મેળવવામાં મદદ નથી કરતો. અઝિમ ખૂબ ડેસ્પરેટ હતો એ જોઈને પોલીસની એક ટુકડી કૈરાનાના ચોકબજારમાં આવેલા તેના ઘરે જઈને યુવકના પેરન્ટ્સને મળી હતી. અઝિમનું કહેવું છે કે પોલીસે ઘરે આવીને પેરન્ટ્સને સમજાવ્યા હોવાથી હવે પેરન્ટ્સે બે મહિનામાં જ યોગ્ય પગલાં લેવાની બાંયધરી આપી છે. પોલીસે એ પણ કહ્યું છે કે, 'જો તેનો પરિવાર જીવનસાથી નહીં શોધી આપે તો પોલીસ તેને એમાં જરૂર મદદ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK