ઍરપોર્ટ પર ઇમરાનને રિસીવ કરવા અમેરિકાનો કોઈ મોટો નેતા ન આવ્યો

22 July, 2019 08:14 AM IST  |  વોશિંગ્ટન

ઍરપોર્ટ પર ઇમરાનને રિસીવ કરવા અમેરિકાનો કોઈ મોટો નેતા ન આવ્યો

ઈમરાન ખાન

તમામ મોરચા પર માર ખાઈ રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને મળવા માટે અમેરિકા પહોંચ્યા છે.

જોકે આર્થિક કટોકટીના કારણે ચાર્ટર્ડ વિમાનની જગ્યાએ કતાર ઍરલાઇન્સના વિમાનમાં વૉશિંગ્ટન પહોંચેલા ઇમરાન ખાનને ઍરપોર્ટ પર મળવા માટે અમેરિકાના વહીવટી તંત્રનો કોઈ મોટો અધિકારી પહોંચ્યો નહોતો. ઇમરાન ખાન મેટ્રોમાં બેસીને હોટેલમાં ગયા હતા. ઇમરાનને રિસીવ કરવા માટે પાકના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી અને બીજા કેટલાક પાકિસ્તાનીઓ ઍરપોર્ટ પહોંચ્યા હતા.

અમેરિકાની યાત્રા દરમિયાન ઇમરાન ખાન ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના કાર્યકારી પ્રમુખ ડેવિડ લિપ્ટન અને વિશ્વ બૅન્કના અધ્યક્ષ ડેવિડ મલપાસને પણ મળવાના છે. આ સિવાય મોદીની જેમ ઇમરાન ખાન પણ પાકિસ્તાની મૂળના નાગરિકોને સંબોધન કરશે તેમ જ મંગળવારે યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ થિન્ક ટૅન્કના કાર્યક્રમમાં સામેલ થશે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

જોકે અમેરિકા ઇમરાન ખાન સમક્ષ ઓસામા બ‌િન લાદેનનું સરનામું અમેરિકાને બતાવનાર ડૉક્ટર શકીલ આફ્રિદીને છોડવાની માગ કરી શકે છે. ઓસામાની ભાળ મેળવવામાં અમેરિકાને કરેલી મદદ બાદ શકીલ આફ્રિદીને પાકે જેલમાં ધકેલી દીધો છે.

imran khan news