ઈંડોનેશિયા:પાપુઆમાં ભયાનક પૂર, અત્યાર સુધીમાં 50ના મોત

17 March, 2019 11:34 AM IST  | 

ઈંડોનેશિયા:પાપુઆમાં ભયાનક પૂર, અત્યાર સુધીમાં 50ના મોત

પૂરને કારણે સંખ્યાબંધ લોકોના મોત

ઈંડોનેશિયાના પૂર્વ વિસ્તાર પાપુઆમાં ભારે વરસાદ પછી એકાએક પૂર આવવાથી લગભગ 50 લોકોના મૃત્યુ થયા છે. તો સંખ્યાબંધ લોકો લાપતા બન્યા છે. પૂર આવ્યા બાદ બચવા માટે પાપુઆમાં લોકોએ નાસભાગ મચાવી હોવાની માહિતી સ્થાનિક અધિકારીએ આપી છે.

આ અધિકારીના કહેવા પ્રમાણે શનિવારે જયપુરા જિલ્લાના કેટલાક ગામડાઓમાં લગભગ સાંજે 6 વાગ્યે મૂશળધાર વરસાદને કારણે પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 59 લોકો ઘાયલ થયા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીની ઈમરજન્સી એકમના પ્રમુખ કોરી સિમબોલીને જણાવ્યું કે પૂરને કારણે ઘર, ઈમારતો અને પુલને ઘણું નુકસાન થયું છે. તેને કારણે 3,000 લોકો બેઘર થઈ ગયા છે. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની સાથે રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ વિનાશમાં જાન-માલનું ભારે નુકસાન થયું છે. સિમ્બોલીને કહ્યું કે ભૂસ્ખલનનું કારણ નદીના પાણીનું પ્રવાહ અટકી રહ્યો છે.

આ પણ વાંચો : બેઘર લોકોની તકલીફ સમજવા માટે 2 મહિના રોડ પર જીવન ગાળ્યું

ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયામાં આવી નૈસર્ગિક દુર્ઘટનાને કારણે દરવ ર્ષે મોટું નુકસાન થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં આવેલ પૂરમાં સેંકડો લોકોની મોત થઈ હતી. આ મહિને જાવામાં આવેલ ભૂકંપમાં લોકોને અન્ય સ્થળે મોકલવામાં આવ્યા હતા. ઈન્ડોનેશિયામાં વરસાદની ઋતુ ઓક્ટોબરથી એપ્રિલ સુધી હોય છે દરમિયાન ભારે વર્ષા થાય છે.

indonesia news