IND VS AUS:મેચ જોવા પહોંચ્યો ભાગેડુ વિજય માલ્યા

09 June, 2019 05:29 PM IST  |  લંડન

IND VS AUS:મેચ જોવા પહોંચ્યો ભાગેડુ વિજય માલ્યા

Image Courtesy:ANI

9 હજાર કરોડનું દેવું કરીને દેશ છોડી ભાગી જનાર વિજય માલ્યા લંડનમાં આલીશાન જિંદગી જીવી રહ્યો છે. આ વખતનો ક્રિકેટ વર્લ્ડ કપ પણ ઈંગ્લેન્ડમાં રમાઈ રહ્યો છે. ત્યારે ભાગેડુ વિજય માલ્યા આજની મેચ જોવા માટે લંડન પહોંચ્યો છે. લંડનમાં યોજાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોવા માટે વિજય માલ્યા પણ ઓવલ પહોંચી ચૂક્યો છે.

મેચ જોવા પહોંચ્યો માલ્યા

ભાગેડુ વિજય માલ્યા ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોવા માટે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. જ્યાં માલ્યાએ મીડિયા સાથે પણ વાત કરી. મીડિયા સાથે વાત કરતા માલ્યાએ કહ્યું કે અહીં મેચ જોવા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી મેચ જોવા માટે ભાગેડું વિજય માલ્યા હાજરી આપી ચૂક્યો છે.

પહેલા પણ જોઈ ચૂક્યો છે મેચ

જ્યારે જ્યારે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે હોય, ત્યારે જ માલ્યા મેચ જોવા માટે મેદાન પર પહોંચી જાય છે. ગત વર્ષે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી હતી, ત્યારે પણ વિજય માલ્યા મેદાન પર મેચ જોવા પહોંચ્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમના કેટલાક સમર્થકોએ તેને જોઈને ચોર ચોરની બૂમો પાડી હતી.

માલ્યા વિરુદ્ધ લાગ્યા હતા નારા

કહેવાય છે કે આ મેચ દરમિાયન વિજય માલ્યા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરવા ઈચ્છતો હતો, પરંતુ તેને પરમિશન ન મળી. આ ઉપરાંત 2017માં રમાયેલી ચેમ્પિયન્સ દરમિયાન પણ વિજય માલ્યા ટીમ ઈન્ડિયાની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન પણ ટીમ ઈન્ડિયાના સમર્થકોએ તેના વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

આ પણ વાંચોઃ વિજય માલ્યાને મળી રાહત, ગિરવે મુકેલું ઘર છોડાવવા માટે મળ્યું એક વર્ષ

વિજય માલ્યા ભારતથી ફરાર થઈ ચૂક્યો છે, અને તેના પર સંખ્યાબંધ બેન્કના 9 હજાર કરોડ રૂપિયા ઉધાર છે. એક તરફ દેશની સુરક્ષા એજન્સીઓ તેને પકડવા કોશિશ કરી રહી છે, બીજી તરફ તે આરામથી ટીમ ઈન્ડિયાની મેચની મજા માણી રહ્યો છે. ૉ

vijay mallya england news