વિજય માલ્યાને મળી રાહત, ગિરવે મુકેલું ઘર છોડાવવા માટે મળ્યું એક વર્ષ

Published: May 15, 2019, 14:30 IST | લંડન

વિજય માલ્યાને મોટી રાહત મળી છે. માલ્યાને ગિરવે મુકવામાં આવેલું તેનું લંડનની ઘર છોડાવવા માટે સમય મળ્યો છે.

માલ્યાને મળી રાહત
માલ્યાને મળી રાહત

ભાગેડુ શરાબના કારોબારી વિજય માલ્યાને પોતાનું ગિરવી રાખેલું ઘર છોડાવવા માટે આવતા વર્ષ એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. માલ્યાએ આ ઘર ગિરવે રાખીને સ્વિસ બેંક યૂબીએ પાસેથી લોન લીધી હતી.

UBA બેંકે ઋણના લગભગ 182 કરોડ રૂપિયાની ચુકવણી નહીં કરવા માટે માલ્યાના આલીશાન કૉર્નવાલ ટેરેસ અપાર્ટમેન્ટને કબજે કરવાની માંગ કરી હતી. ગયા અઠવાડિયે આ મામલે સુનાવણી થવાની હતી. બ્રિટિશ હાઈકોર્ટના ચાંસરી ડિવિઝનના જજ સિમૉન બાર્કરના ન્યાયિક સહમતિ આદેશના પ્રમાણે બંને પક્ષોમાં સમજૂતી થઈ જવાના કારણે મામલાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

માલ્યાના દેવાની રકમ સાથે સાથે એપ્રિલ 2019 સુધીમાં વ્યાજની રકમ પણ ચુકવવી પડશે. આ સિવાય તેમણે આવતા વર્ષ સુધીમાં ઉપાર્જિત થતી વ્યાજની રાશિ કાનૂની ફી માટે અને રિસીવરની ફી પણ ચુકવવી પડશે.

આ પણ વાંચોઃ વિજય માલ્યાએ પ્રત્યર્પણ વિરુદ્ધ હાઈ કોર્ટમાં બીજી વાર અરજી દાખલ કરી

આ સાથે અદાલતે ભારતીય બેંકોના કંસોર્ટિયમ દ્વારા માલ્યાની સામે જાહેર થયેલી દેવાળિયા જાહેર કરવાની પ્રક્રિયાથી ઉત્પન્ન થનારા કોઈ પણ દાવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારતમાં પ્રત્યાર્પણની સામે પોતાની અપીલ પર માલ્યા જામીન પર છે અને આ મામલે બ્રિટિશ હાઈકોર્ટમાં  બે જુલાઈએ સુનાવણી થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK