PM મોદીએ ટેક્સાસના સેનેટરની પત્નીની માગી માફી, આ હતું કારણ

23 September, 2019 01:19 PM IST  |  હ્યુસ્ટન

PM મોદીએ ટેક્સાસના સેનેટરની પત્નીની માગી માફી, આ હતું કારણ

રવિવારે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા Howdy Modi કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા. આ ઉપરાંત કાર્યક્રમમાં અમેરિકાના જુદા જુદા વિસ્તારોના સેનેટર્સ પણ હાજર હતા. જેમાંથી એક હતા ટેક્સાસના સેનેટર જૉન કૉર્નિન. રવિવારે જૉન કૉર્નિનની પત્ની સેન્ડીનો જન્મ દિવસ હતો. ત્યારે જૉન કૉર્નિને પોતાની પત્ની સેન્ડી સાથે હોવુ જોઈતુ હતું. બંનેએ જન્મદિવસની ઉજવણી માટે કાર્યક્રમ પણ બનાવ્યો હતો. પરંતુ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ Howdy Modiને કારણે બંનેએ તેમાં હાજરી આપવી પડી.

જ્યારે વડાપ્રધાન મોદીને આ વાત વિશે માહિતી મળી તો તેમણે અમેરિકન સેનેટર જૉન કૉર્નિનની પત્ની સેન્ડીની માફી માગી હતી. વડાપ્રધાન મોદીની ઓફિસ દ્વારા પોસ્ટ કરાયેલા એક ટ્વિટના વીડિયોમાં પીએમ મોદી કોર્નિનની વાઈફ સેન્ડીને સંબોધિત કરતા દેખાઈ રહ્યા છે. જૉન કૉર્નિન અને સેન્ડીના લગ્નને 40 વર્ષ થઈ ચૂક્યા છે. હાલ બંનેની ઉંમર 60 વર્ષની છે. પીએમ મોદી વીડિયોમાં જૉન કૉર્નિનની પત્નીની માફી માગી રહ્યા છે અને બંનેના સમૃદ્ધ તેમજ શાંતિપૂર્ણ ભવિષ્યની કામના કરતા દેખાઈ રહ્યા છે. આવી વીડિયોમાં સેનેટર જૉન કૉર્નિન પીએમ મોદીની બાજુમાં ઉભા ઉભા હસતા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટન એરપોર્ટ પર સ્વચ્છતાનો સંદેશ આપ્યો

પીએમ મોદીએ કહ્યું કે,'મને ખેદ છે કે આજે તમારો જન્મદિવસ છે અને તમારા મહાન જીવનસાથી મારી સાથે છે. આ અવસરે તમારો આખો પ્લાન ફેલ થઈ ગયો.' જૉન કૉર્નિનને બે પુત્રીઓ છે. જૉન કૉર્નિન ટેક્સાસના સેનેટર છે, તેમણે અમેરિકાા પ્રમુખ રિપબ્લિકન અને ડેમોક્રેટિક સાંસદની સાથે પીએમ મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું.

narendra modi donald trump united states of america news houston