Howdy Modi: કેવી રીતે અમેરિકાના લોકતંત્ર માટે મહત્વના થઈ ગયા 'નમો'!

21 September, 2019 02:40 PM IST  |  યૂએસ

Howdy Modi: કેવી રીતે અમેરિકાના લોકતંત્ર માટે મહત્વના થઈ ગયા 'નમો'!

કેવી રીતે અમેરિકાના લોકતંત્ર માટે મહત્વના થઈ ગયા 'નમો'!

હાઉડી મોદી મેગા શોનો ક્રેઝ ન માત્ર ભારત માટે છે, પરંતુ દુનિયાની નજર આ શો પર ટકેલી છે. તેના મહત્વનો અંદાડ એ વાતથી જ લગાવી શકાય છે કે ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મંચને તેની સાથે શેર કરી રહ્યા છે. એવામાં આ સવાલ ઉઠવો વ્યાજબી છે કે, આખરે આ મેગા શોમાં ટ્રમ્પને આવવાની શું જરૂર પડી! શું સાચે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સાધવા માટે ટ્રમ્પ સાથે મંચને શેર કરી રહ્યા છે. તેની પાછળનું સત્ય શું છે!આવો જાણીએ તેનું સત્ય અને તેનો અમેરિકાના રાજકારણ પર પ્રભાવ..

2020ના અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પર ટ્રમ્પની નજર
વર્ષ 2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીમાં એશિયાના મૂળના લોકો ખાસ કરીને અમેરિકાના ભારતીયોની મોટી ભૂમિકા રહે છે. કારણ કે અમેરિકામાં 20 ટકા લોકો એશિયાઈ દેશોના છે.
સંખ્યાબળના કારણે તેમનો રાજનીતિમાં દબદબો છે. એવામાં તેમનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા હોવી સ્વાભાવિક છે.

ડેમોક્રેટ્સ તરફ ઝુકાવ
પરંપરાગત રીતે જોવામાં આવે તો આ ચૂંટણીમાં આ ભારતીય મૂળના અમેરિકાના નાગરિકોનો ઝુકાવ ડેમોક્રેટ્સ તરફ હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ રિપબ્લિકન પાર્ટીના છે. ટ્રમ્પનો પ્રયાસ છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોદીની લોકપ્રિય છબિનો લાભ ઉઠાવી શકાય છે.આ રીતે કાર્યક્રમમાં હાજરી આપીને ટ્રમ્પે દૂરની ચાલ રમી છે. તેણે ડેમોક્રેટ્સની વોટબેંકમાં સેંધ લગાવવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

ભારતની કૂટનૈતિક જીત
બીજી રીતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાને ભારતની એક મોટી કૂટનૈતિક જીતના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. પુલવામાં આતંકી હુમલાનો મામલો હોય કે કશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ થયા બાદ ભારતના સ્ટેન્ડને દુનિયાભરમાં સમર્થનનો સવાલ હોય, ભારતે પાકિસ્તાનને દરેક મોરચા પર મહાત આપી છે. આ દુનિયામાં ભારતનું નામ શિખર પર આવ્યું છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે ટ્રમ્પ આ મંચ પરથી મોટી જાહેરાત કરી શકે છે.

narendra modi donald trump