Howdy Modi: 1000 ગુજરાતીઓ દાંડિયા રમીને કરશે સ્વાગત

22 September, 2019 04:08 PM IST  |  હ્યુસ્ટન, અમેરિકા

Howdy Modi: 1000 ગુજરાતીઓ દાંડિયા રમીને કરશે સ્વાગત

Image Courtesy: Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમેરિકાના હ્યુસ્ટનમાં યોજનારા હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપશે. હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં પીએમ મોદીના આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભારતીયો હાજર રહેશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.30 વાગે શરૂ થશે.

રસપ્રદ વાત એ છે કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ખાસ આયોજન કરાયું છે. પીએમ મોદીના સ્વાગત માટે NRG સ્ટેડિયમમાં નવરાત્રિની ફીલ અપાશે. નવરાત્રિ પહેલા જ આ સ્ટેડિયમમાં 1 હજાર જેટલા લોકો દાંડિયા રમીને પીએમ મોદીનું સ્વાગત કરશે. હાઉડી મોદી કાર્યક્રમના ત્રણ કલાકના શો દરમિયાન ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકગીત અને નૃત્ય પણ રજૂ કરાશે. મળતી માહિતી પ્રમાણે અમેરિકાના 48 રાજ્યોમાંથી લોકો આ કાર્યક્રમમાંહાજરી આપવાના છે. આટલું મોટું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે.

હ્યુસ્ટનના NRGસ્ટેડિયમમાં આ કાર્યક્રમ છે, ત્યાં હજારો લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન મોદીની આ પહેલી અમેરિકાની મુલાકાત છે. વડાપ્રધાન બન્યા પછી મોદીએ 2014માં અને 2015માં અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. તે સમયે મેડિસન સ્ક્વેર ગાર્ડન અને સેન જ્યોર્સ સિલિકોન વેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં 18-18 હજાર લોકોને સંબોધન કર્યું હતું. હ્યુસ્ટનનો કાર્યક્રમ તેની સરખામણીએ ત્રણ ગણો મોટો છે. અહીં 50 હજાર લોકો હાજર રહેશે. આ માટે 1100થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. ટેક્સાસમાં ભારતીય સમુદાયના 5 લાખથી વધુ લોકો રહે છે. હ્યુસ્ટનમાં દોઢ લાખ લોકો રહે છે.

આ પણ વાંચોઃ Howdy Modi: PM મોદી માટે બનાવવામાં આવી છે ખાસ Namo થાળી, જાણો વિશેષતા

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. જેમાં 24 સપ્ટેમ્બરે તેઓ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ જ દિવસે UNની મહાસભાને પણ સંશોધન કરશે. 

narendra modi united states of america donald trump