Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Howdy Modi: PM મોદી માટે બનાવવામાં આવી છે ખાસ Namo થાળી, જાણો વિશેષતા

Howdy Modi: PM મોદી માટે બનાવવામાં આવી છે ખાસ Namo થાળી, જાણો વિશેષતા

22 September, 2019 03:33 PM IST | હ્યુસ્ટન

Howdy Modi: PM મોદી માટે બનાવવામાં આવી છે ખાસ Namo થાળી, જાણો વિશેષતા

Howdy Modi: PM મોદી માટે બનાવવામાં આવી છે ખાસ Namo થાળી, જાણો વિશેષતા


આખા દેશ અને દુનિયાની નજર અમેરિકામાં હાજર વડાપ્રધાન મોદી પર ટકેલી છે. અમેરિકાના હ્યુસ્ટનમાં થનારા હાઉડી મોદી કાર્યક્રમને લઈને લોકો ઉત્સાહિત છે. સાથે લોકો એ પણ જાણવા માંગે છે કે તેઓ ભોજનમાં શું લેશે? તો ચાલો અમે તમને જણાવીએ કે વડાપ્રધાન મોદી ત્યાં શું જમવાના છે અને તેમના સ્વાગતમાં શું પીરસવામાં આવશે....

હ્યુસ્ટનમાં ભારતીય મૂળના શેફ, કિરણ વર્મા વડાપ્રધાન મોદી માટે ખાસ ભોજન તૈયાર કરી રહ્યા છે. તેઓ ત્યાં એક ભારતીય રેસ્ટોરાં ચલાવે છે. આ ભોજન વડાપ્રધાન મોદીને એ હોટેલમાં સર્વ કરવામાં આવશે જ્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્રના 74માં સત્રમાં ભાગ લેવા માટે રોકાશે.

NAMO THALI



અહેવાલો અનુસાર, વડાપ્રધાન મોદી માટે બે પ્રકારની થાળી બનાવી છે. એક નમો થાળી અને બીજી નમો મિઠાઈ. તમામ વ્યંજનો દેસી ઘીમાં તૈયાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ ભોજન માટે કોઈ ખાસ અનુરોધ નહોતો કર્યો.

થાળીમાં હશે આ વ્યંજન
નમો થાળીમાં મેથી થેપલા, ફુદીનાની ચટણી સાથે સમોસા, આમલીની ચટણી સાથે કચોરી, દાળ અને ખિચડી, ખાંડવી છે. બાદમાં આખા મેનૂનો ખુલાસો કરવામાં આવશે. મિઠાઈની થાળીમાં ગાજરનો હલવો, રસમલાઈ, શ્રીખંડ, ગુલાબજાંબુ અને ખીર હશે. જેના વડાપ્રધાન મોદી આ થાળીની વાનગીઓ ચાખશે કે તરત જ તે તેમના રેસ્ટોરંટની સૌથી લોકપ્રિય ડિશ બની જશે.


આ પણ જુઓઃ હિના ખાનની ફેશન સેન્સ છે લાજવાબ...આ તસવીરો છે પુરાવો

પહેલી વાર પીએમ મોદી માટે બનાવ્યું જમવાનું
ઓરિસ્સામાં જન્મેલા શેફ કિરણ કહે છે કે તેઓ પહેલી વાર વડાપ્રધાન મોદી માટે જમવાનું બનાવી રહ્યા છે. તેમણે આ માટે ઘણું રિસર્ચ કર્યું છે. આ માટે તેમણે એ પણ જાણ્યું હતું કે પીએમ મોદીના માતા તેમના માટે શું બનાવતા હતા.


તમને જણાવી દઈએ કે હ્યુસ્ટનમાં થનારા આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાવાનું બહુમાન મૂળ ગુજરાતી પરિવારના પુત્ર સ્પર્શ શાહને મળ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 03:33 PM IST | હ્યુસ્ટન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK