કાશ્મીર મામલે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની વાત, PM મોદી સાથે કરી શકે છે વાત

21 August, 2019 11:50 AM IST  |  અમેરિકા

કાશ્મીર મામલે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની વાત, PM મોદી સાથે કરી શકે છે વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની વાત કરી છે. જો કે આ વખતે તેમણે કાશ્મીરને ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવતા કહ્યું છે કે બંનેએ ભેગા થઈને આ મુદ્દો ઉકેલવો જોઈએ. ટ્રમ્પે સાથે એ પણ કહ્યું કે હું પૂરી કોશિશ કરીશ કે આ મામલે મધ્યસ્થતા કે પછી જે શક્ય હોય તે કરું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,'અહીં બે દેશ વચ્ચે જબરજસ્ત સમ્સયા છે. હું મારા તરફથી તેનો ઉકેલ લાવવાની કોશિશ કરીશ, મધ્યસ્થતા કે પછી બીજું કંઈ કરવાની કોશિશ કરી. બંને દેશો વચ્ચે સંબંધ મહાન છે, પરંતુ હાલના સમયમાં તેઓ મિત્રો નથી.'

G-7 સમિટમાં PM મોદી સાથે વાત

આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે આ અઠવાડિયાના અંતે ફ્રાંસમાં G 7 શિખર સંમેલનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાશ્મીરમાં તણાવગ્રસ્ત સ્થિતિ પર ચર્ચા કરીશું. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યું,'હું વડાપ્રધાન મોદી સાથે રહીશ. હું ફ્રાંસમાં આ અઠવાડિયે તેમને મળવાનો છું. મને લાગે છે કે અમે તણાવની સ્થિતિનો ઉકેલ લાવવામાં મદદ કરી રહ્યા છીએ'

ટ્રમ્પે કરી જીએમ મોદી અને ઈમરાન સાથે વાત

આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે પીએમ મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પે આ બાદ કહ્યું,'સાચુ કહું તો આ એક વિસ્ફોટક સ્થિતિ છે. મેં કાલે વડાપ્રધાન મોદી અને પીએમ ઈમરાન ખાન સાથે વાત કરી હતી. તેઓ બંને મારા મિત્રો છે. તે મહાન લોકો છે. તે પોતાના દેશને પ્રેમ કરે છે.'

આ પણ વાંચોઃ શાંતિ કાશ્મીરનીઃ હિન્દુસ્તાને હંમેશાં પીઠ પાછળ ઘા ખાવાનો અનુભવ કર્યો છે, સબૂર

ભારતે કાશ્મીરને ગણાવ્યો હતો આંતરિક મામલો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લીધા બાદ બંધારણના આર્ટિકલ 370 હટાવી દીધો. સરકારે જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કર્યા બાદ કાશ્મીરને આંતરિક મામલો ગણાવ્યો છે.

jammu and kashmir donald trump narendra modi