શાંતિ કાશ્મીરનીઃ હિન્દુસ્તાને હંમેશાં પીઠ પાછળ ઘા ખાવાનો અનુભવ કર્યો છે, સબૂર

Published: Aug 20, 2019, 14:19 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી | મુંબઈ

બે દિવસથી ન્યુઝ આવે છે કે કાશ્મીરમાં હવે જનજીવન થાળે પડી રહ્યું છે. કાશ્મીરમાં હવે શાંતિ છે. મને કહેવું છે કે આપણે આ શાંતિને ફેસવૅલ્યુ પર ન લેવી જોઈએ.

બે દિવસથી ન્યુઝ આવે છે કે કાશ્મીરમાં હવે જનજીવન થાળે પડી રહ્યું છે. કાશ્મીરમાં હવે શાંતિ છે. મને કહેવું છે કે આપણે આ શાંતિને ફેસવૅલ્યુ પર ન લેવી જોઈએ. જરા પણ નહીં. કાશ્મીરે હંમેશાં શાંતિનો અનુભવ કરાવીને, શાંતિનો દેખાડો કરીને અને શાંતિનું બાહ્ય રૂપ ધારણ કરીને અયોગ્ય કૃત્યો કર્યાં છે. આવું જ્યારે પણ બન્યું છે ત્યારે એનો કારમો ઘા હિન્દુસ્તાનની પીઠે સહન કર્યો છે. યાદ રહે, હિન્દુસ્તાને હંમેશાં પીઠ પાછળ ખંજર ખાવાનો અનુભવ કર્યો છે અને એ અનુભવના આધારે જ કહેવાનું મન થાય છે સબૂર, ભૂલથી પણ આવી ભૂલ બીજી વાર નહીં થવા દેતા, ભૂલથી પણ નહીં.

કાશ્મીર અને પાકિસ્તાન તરફી કાશ્મીરીઓ હંમેશાં દેખાડવાના અને ચાવવાના જુદા-જુદા દાંતના માલિક રહ્યા છે. ઉરી હુમલા પછી લાંબો સમય સુધી શાંતિ રહી અને એ પછી અચાનક પુલવામાની રૂંવાડાં ઊભાં કરી દેનારી ઘટના ઘટી. પુલવામાની ઘટના અને અત્યારના કાશ્મીર વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે એ હકીકત છે. પહેલાં કાશ્મીરી પોલીસ જ એ વિસ્તારમાં કામ કરતી હતી, પણ હવે સેના ત્યાં બધા મોરચા પર ઍક્ટિવ છે એટલે નૅચરલી ફરક આવવાનો છે, પણ ફરક માનસિકતામાં આવે એ જરૂરી છે, જે હજી સુધી આવ્યો નહીં હોય એવું ધારી શકાય. કાશ્મીરમાં એ આવતા વાર પણ લાગશે એ પણ સ્વીકારવું રહ્યું, પણ ત્યાં સુધી જનજીવન થાળે પડી ગયાની વાતો કરનારાઓએ પણ સતત એ વાતથી સૌ કોઈને વાકેફ કરવા જોઈએ કે આ જે દેખાય છે એ ઉપરછલ્લું પિક્ચર છે. અંદરનો વગર કારણનો આક્રોશ સાવ જુદો જ છે જે દબાયેલો છે.

પાકિસ્તાનનો નાપાક ઇરાદો અને કાશ્મીરીઓના મનમાં રહેલી અઢળક ગેરસમજ કોઈ પણ પ્રકારે બહાર આવે એવું બની શકે છે અને એ બને ત્યારે હિન્દુસ્તાનની પીઠ જ તેમના તરફ હોવાની. આવું કહેવાનું એક કારણ પણ છે. સામી છાતીએ વાર કરતા આ બેમાંથી કોઈને નથી આવડ્યું અને આવડવાનું પણ નથી.

પાકિસ્તાન અત્યારે કાશ્મીરીઓને તોડવા માટે વલખાં મારે છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદના રાક્ષસો પણ અત્યારે અંદરથી ધૂંઆપૂંઆ થઈને બેઠા હશે. આ બન્ને માટે અત્યારે જો કોઈ સૉફ્ટ ટાર્ગેટ હોય તો માત્ર એક જ, કાશ્મીરના દિશાશૂન્ય યુવાનો. ગેરલાભ લેવાશે અને એ ગેરલાભનું પરિણામ ભારતે ભોગવવાનું રહેશે. જરૂરી નથી કે કાશ્મીરમાં જ કોઈ પ્રકારની ઍક્શન લેવાય. ના, જરા પણ જરૂરી નથી. બને કે એ દેશમાં ક્યાંય પણ ઍક્શનના સ્વરૂપમાં બહાર આવે. વાત ડરાવવાની, બીવડાવવાની કે ભડકાવવાની નથી, વાત સાવચેત અને સાવધાન રહેવાની છે.

આ પણ વાંચો : કુદરતની બલિહારી :ગયા મહિને દેશમાં દુષ્કાળની પરિસ્થિતિ અને આજે જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી

આંધળો ભરોસો મૂકીને ભાગતા રહેવાને બદલે બહેતર છે કે આંખો ખૂલી રાખવામાં આવે અને ભરોસો મૂકવાને બદલે એની ચકાસણી કરવામાં આવે. જો એવું થશે તો એ એક પ્રકારની રાષ્ટ્રસેવાનું જ રૂપ હશે. હમણાં દિલ્હી પોલીસે સત્તાવારપણે જાહેરાત કરીને સૌકોઈને સાવધાન કર્યા કે અત્યારે પીજી આપનારા કે પછી રેન્ટ પર મકાન કે ફ્લૅટ ભાડે આપનારાઓએ વધારે સાવધાની રાખવાની છે. જૉબ પર રાખનારાઓએ પણ આ જ વાતની કાળજી રાખવાની છે અને રિક્ષા કે ટૅક્સી જેવા વેહિકલ રેન્ટ પર ચલાવવા માટે આપનારાઓએ પણ આ સાવધાની રાખવાની છે. આ જ સાવધાની આપણે પણ રાખવાની છે. જરૂરી નથી કે ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ આવે પછી આપણે આંખો ખોલીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK