શ્રીલંકામાં રાજપક્ષેની સત્તાથી ચીન ગદ્ગદ, ભારતની ચિંતાઓ વધી

18 November, 2019 03:21 PM IST  |  Mumbai Desk

શ્રીલંકામાં રાજપક્ષેની સત્તાથી ચીન ગદ્ગદ, ભારતની ચિંતાઓ વધી

શ્રીલંકામાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમના પરિણામ આવી ચૂક્યા છે. આ ચૂંટણીમાં વિપક્ષી નેતા ગોતાબાયા રાજપક્ષે જીત્યા છે. ગોતાબાયાની ભારતવિરોધી દ્રષ્ટિકોણને કારણે શ્રીલંકાની આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. આ કારણસર ભારતની નજર શ્રીલંકા પર છે. જો કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે શ્રીલંકા સાથે દ્વિપક્ષીય સહયોગાત્મક સંબંધો બનાવવાના પ્રયત્નો કરશે. આ સકારાત્મક દ્રષ્ટિકોણ છતાં ભારત રાજપક્ષેની ભાવિ નીતિઓ પર નજીકથી નજર રાખશે.

ભારતની ચિંતા વ્યાજબી
શ્રીલંકામાં થયેલી ચૂંટણીના પરિણામો પર ભારતની ચિંતા ગેરવ્યાજબી તો નથી. હકીકતે, દક્ષિણ એશિયા દેશોમાં ભારત અને શ્રીલંકાના સંબંધો ઘણાં મહત્વના છે. શ્રીલંકાની આંતરિક તેમજ બાહ્ય નીતિઓની અસર ભારત પર સીધે સીધી પડશે. આ ભારતની આંતરિક રાજનીકિ સાથે સુરક્ષા તેમજ સામરિક હિતોને પ્રભાવિત કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે શ્રીલંકન નેતૃત્વ એક એવા વ્યક્તિ પાસે હોય જે ભારત વિરોધી રહ્યા હોય. એવામાં ચિંતા હજી વધારે વધી જાય છે.

ડ્રેગન ફેક્ટર પણ આવે સંબંધોમાં બાધા
ભારતની આ ચિંતા ત્યારે હજી વધી જાય છે, જ્યારે દક્ષિણ એશિયાના કોઇક દેશમાં ચીનની દખલ વધી જાય છે અથવા ચીન રસ લેવાનું શરૂ કરી દે છે.

છેલ્લા વર્ષોમાં શ્રીલંકામાં ચીને રસ લેવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2005-2015 સુધી રાષ્ટ્રપતિ રહેલા મહિંદ્રા રાજપક્ષેના કાર્યકાળમાં શ્રીલંકા અને ચીન નજીક આવ્યા છે.

મહિન્દ્રાના સમયે હમબનતોતા બંદરગાહ અને એરપોર્ટનો ઠેકો ચીનને આપવામાં આવ્યો. ઉક્ત પરિયોજનાની પાછળ ચીનનો હેતુ ભારતને હિંદ મહાસાગરમાં ઘેરવાની છે.

કેટલાક મહિના પહેલા જ હિંદ મહાસાગરના એક અન્ય દેશ માલદીવથી ચીનના હિતોનો ખુલીને સમર્થન કરનારી સરકારમાંથી બહાર થવાથી ભારતને રાહત મળી છે.

દક્ષિણ એશિયામાં ભારતની મુશ્કેલીઓ વધી
દક્ષિણ એશિયામાં ભારતની મુશ્કેલીઓ વધી છે. ભારતના બે પાડોશી દેશોમાં એવી સરકાર આવી છે જેનું વલણ ભારત વિરોધી રહ્યું છે. નેપાળમાં થયેલી ચૂંટણીમાં ભારત વિરોધી સરકાર અસ્તિત્વમાં આવી. શ્રીલંકામાં એવા વ્યક્તિ કે પાર્ટીની જીત થઈ છે, જેની છબિ ભારત સમર્થકની નથી.

દક્ષિણ એશિયામાં નેપાળ પછી શ્રીલંકા એવા બીજા દેશો છે, જેનું નેતૃત્વ ભારતચ વિરોધી છબિ રૂપે માનવામાં આવે છે.

નેપાળમાં ભારત વિરોધી છબિવાળા કે પી શર્મા ઓલીના નેતૃત્વમાં સરકાર બની પણ બન્ને દેશોના સંબંધો સામાન્ય ગતિથી આગળ વધી રહી છે.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

વિદેશ મંત્રાલયના સૂત્રો પ્રમાણે ભારત પહેલાથી આ નિર્ણય કરી ચૂક્યું છે કે તે પાડોશી દેશોમાં થતી ચૂંટણીમાં સંપૂર્ણપણે નિષ્પક્ષ રહેશે અને જે પણ ત્યાંની સરકાર આવશે તેની સાથે કામ કરશે.

sri lanka china india