જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે ટેરીસા મેએ વ્યક્ત કર્યો અફસોસ

11 April, 2019 07:45 AM IST  |  લંડન

જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે ટેરીસા મેએ વ્યક્ત કર્યો અફસોસ

બ્રિટિશ પીએમ ટેરીસા મે

?૧૦૦ વર્ષ પહેલાં અમૃતસરના જલિયાંવાલા બાગમાં બૈશાખીનો તહેવાર ઊજવવા એકઠા થયેલા લોકોના હત્યાકાંડને બ્રિટનનાં વડા પ્રધાન થેરેસા મેએ બ્રિટિશ-ઇન્ડિયન ઇતિહાસ પર શરમજનક કલંકરૂપ ગણાવ્યો હતો. જોકે બ્રિટનની સંસદમાં કેટલાક સભ્યોએ કરેલી માગણી મુજબ સત્તાવાર રીતે ઔપચારિક માફી થેરેસા મેએ માગી નહોતી.

આ પણ વાંચોઃ શું તમને ખબર છે આ સેલેબ્સના વાઈફ છે ગુજરાતી!

જલિયાંવાલા બાગના હત્યાકાંડની ૧૦૦મી વરસી નિમિત્તે હાઉસ ઑફ કૉમન્સમાં સત્તાવાર નિવેદન કરતાં ટેરીસા મેએ બ્રિટિશ સરકારે અગાઉ વ્યક્ત કરેલા ખેદનો પુનરુચ્ચાર કર્યો હતો. થેરેસા મેએ જણાવ્યું હતું કે ‘બ્રિટનનાં રાણી એલિઝાબેથ બીજાંએ ૧૯૯૭માં જલિયાંવાલા બાગની મુલાકાત પૂર્વે કહ્યું હતું કે ‘બ્રિટનના ભારત સાથેના સંબંધોના ઇતિહાસનું આ દુખદ પ્રકરણ છે. જેકાંઈ બન્યું એ માટે અમેહૃદયપૂર્વક ખેદ અનુભવીએ છીએ, પરંતુ આજે ભારત અને બ્રિટનના સંબંધો સહયોગ, સહભાગિતા, સમૃદ્ધિ અને સુરક્ષાની દૃષ્ટિએ ઉત્તમ છે.’

great britain news