સાઇબેરિયાના કેમેરોવમાં થઈ કાળી હિમવર્ષા, સ્થાનિકોમાં ડરનો માહોલ

19 February, 2019 08:04 PM IST  |  કેમેરોવ, સાઇબિરિયા

સાઇબેરિયાના કેમેરોવમાં થઈ કાળી હિમવર્ષા, સ્થાનિકોમાં ડરનો માહોલ

સાઇબિરિયન વિસ્તારમાં પડ્યો કાળો બરફ (તસવીર સૌજન્ય: EURONEWS)

રશિયાના સાઇબેરિયામાં કાળી હિમવર્ષા થઈ છે. તેને જોતા ત્યાંના સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે. આખા સાઇબેરિયન ટાઉનમાં કાળી બરફની ચાદર છવાઈ છે. સ્થાનિક નાગરિકોએ તેમના બાળકોની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે. આમતો સાઇબેરિયાના કેમેરોવ વિસ્તારમાં હિમવર્ષા થતી રહે છે, પરંતુ આ વર્ષે લોકલ કોલસાના પ્લાન્ટને કારણે બરફમાં કાળો રંગ ભળી ગયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આ હિમવર્ષા પ્રોકોપીવેસ્ક અને લેનિન્સ્ક-કુઝનેટ્સકી ઉપરાંત કેમેરોવના અનેક શહેરોમાં થઇ હતી, જેના કારણે બધે કાળોડિબાંગ બરફ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સાઇબેરિયામાં લાંબા સમયથી પર્યાવરણ સંરક્ષણનો અભાવ છે. અહીં કોલસાનું ઉત્પાદન એટલાં મોટાંપાયે થઇ રહ્યું છે કે, તેઓની જીવનશૈલીમાં પણ કોલસો ભળી ગયો છે.

એક સ્થાનિકના જણાવ્યા અનુસાર, અહીં કોઇ ક્લિન્ઝિંગ સિસ્ટમ નહીં હોવાના કારણે ફેક્ટરી અને કોલસનાના પ્લાન્ટ્સની ગંદકી, ધૂળ, કાળી માટી વગેરે એરિયામાં ચારેતરફ ફેલાયેલું હોય છે. અમારાં બાળકો આ જ પ્રદૂષિત આબોહવામાં શ્વાસ લઇ રહ્યા છે. જેના કારણે તેઓના જીવને સૌથી વધુ જોખમ ઉભું થાય છે. અન્ય એક નાગરિકે જણાવ્યું કે, સરકારે જાહેરમાં ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ કોલસાની ધૂળને શ્વાસમાં લેવાથી અમારાં ફેફસાને નુકસાન થઇ રહ્યું છે.

આ પણ વાંચો: 6.50 લાખની વીંટી 5000 રૂપિયામાં ભાડેથી લઈને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

કેમેરોવ રશિયાનું અગ્રણી કોલ માઇનિંગ (કોલસાની ખાણ) ક્ષેત્ર છે અને અહીં સાઇબેરિયાના બેસ્ટ સ્કિ સ્લોપ્સ પણ આવેલા છે. સ્ટેટ પ્રોસિક્યૂટર્સ આ હિમવર્ષા બાદ ખરેખર ઇન્ડસ્ટ્રિયલ એરિયા જવાબદાર છે કે નહીં તે અંગેની ચકાસણી કરી રહ્યા છે.

russia