Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 6.50 લાખની વીંટી 5000 રૂપિયામાં ભાડેથી લઈને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

6.50 લાખની વીંટી 5000 રૂપિયામાં ભાડેથી લઈને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

19 February, 2019 08:48 AM IST | લંડન

6.50 લાખની વીંટી 5000 રૂપિયામાં ભાડેથી લઈને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

6.50 લાખની વીંટી 5000 રૂપિયામાં ભાડેથી લઈને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું


સામાન્ય રીતે પુરુષો પ્રપોઝ કરતી વખતે મોંઘેરી વીંટી આપીને ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરતા હોય છે, પણ જૉને એવું જરાય ન કર્યું. તેણે પ્રપોઝલ વખતે જે વીંટી આપી એ સાવ જ અજાણી વ્યક્તિ પાસેથી ભાડેથી લીધેલી હતી. હા, એ વીંટીની કિંમત ૬.૫૦ લાખ રૂપિયાની હતી, પણ એ માત્ર પ્રપોઝલ દરમ્યાન તસવીરોમાં દેખાવ માટે જ હતી. કામ પૂરું થઈ ગયા પછી એ વીંટી અને ભાડાના ૫૦૦૦ રૂપિયા પાછા એના મૂળ માલિકને આપી દેવાના હતા. તમને થશે કે આવું થયા પછી તો ઍશ્લીએ લગ્નની હા પાડી દીધી હશે તોય વીંટી પાછી આપી દેવાની છે એવું સાંભળીને ભડકી ઊઠશે. જોકે એવું જરાય ન થયું.

આ પણ વાંચો : 16 માળ ઊંચા ટાવર પર ચડીને પોલ ડાન્સ કર્યો આ બહેને



નવાઈની વાત એ હતી કે વીંટી જોઈને ઍશ્લીને પણ ખબર પડી ગયેલી કે આ તો ભાડાની છે. એનું કારણ એ હતું કે જૉને પ્રપોઝ કરવાની તૈયારી કરતી વખતે ઍશ્લીને એમ જ ભાડેથી લક્ઝુરિયસ આઇટમો આપતી ઑનલાઇન સાઇટ પરથી વીંટી પસંદ કરવા કહેલું. જો વીંટી ખરીદવાનું વિચારે છે એવું ઍશ્લીને ખબર પડત તો કદાચ તેને પ્રપોઝ કરવામાં આવશે એવી ભનક તેને લાગી જાત, પણ ભાડાની રિંગની વાત કરીને તેણે પ્રપોઝ કરવાનો પ્લાન પણ ગુપ્ત રાખ્યો અને તેને ગમતી વીંટી થકી પ્રપોઝ પણ કર્યું.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 08:48 AM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK