જંગલની આગમાં સંપડાયો રીંછ, આ રીતે આ વ્યક્તિએ કરી મદદ

16 November, 2019 03:08 PM IST  |  Mumbai Desk

જંગલની આગમાં સંપડાયો રીંછ, આ રીતે આ વ્યક્તિએ કરી મદદ

ઑસ્ટ્રેલિયામા જંગલોમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગેલી છે. જંગલી પ્રાણીઓનું મૃત્યુ પણ થઈ રહ્યું છે. આ દરમિયાન જ એક Koala Bearનો એક વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં તે સંપૂર્ણ રીતે બળી ગયો છે. ત્યાં એક વ્યક્તિ ઘટના સ્થળે પહોંચે છે અને તેને પાણી પીવડાવે છે.

આ રહ્યો વીડિયો

ફેસબૂક પર આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયો Koala Hospitalનો છે, જે Port Macquarieમાં છે તેના ફેસબૂક અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે. રીંછને પાણી પીવડાવનારા વ્યક્તિએ તેને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ લઈને ગયો. જ્યાં તેની ટ્રીટમેન્ટ ચાલું છે. રીંછના પગ અને નાક ખૂબ જ વધારે દાઝી ગયા છે.

રીંછની એક રૅર પ્રજાતિ છે Koala
હકીકતે, Koala રીંછની એક રૅર પ્રજાતિ છે. જે ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે. Lake Innes Nature Reserveમાં આવા 350થી વધારે રીંછ છે અત્યારે બધાં ગાયબ છે. કેટલાક જંગલમાં આગ લાગવાને કારણે બળી ગયા, કેટલાકની ટ્રીટમેન્ટ ચાલું છે. કેટલાક મરી ગયા.

બળવાને કારણે આવી થઈ જાય છે સ્થિતિ


આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

કેટલાક લોકો મદદ માટે આવી રહ્યા છે આગળ
Christeen અને Paul McLeodએ મલીને કેટલાય Koalaનો જીવ બચાવ્યો છે. તેમણે પોતાના ઘરે જ હૉસ્પિટલ બનાવી લીધી છે. જંગલોમાં લાગેલી આગને કારણે સૌથી વધારે નુકસાન દરેક રીતે માનવો અને પ્રાણીઓ બન્નેને જ છે. હવે પ્રાણીઓ તો માચીસ લઇને ફરતાં નથી. આ આગમાં બધું જ બળી ન જાય, વિશ્વ બળી ન જાય. માટે ઉઠવું પડશે. કંઇક કરવું પડશે. જેવી રીતે તે વ્યક્તિએ પાણી પીવડાવ્યું અને તે રીંછનો જીવ બચાવ્યો, જેવી રીતે કપલ જંગલોમાં રહીને બળતાં પ્રાણીઓના ઘા પર મરહમ પટ્ટી કરે છે. સલામ છે આ લોકોને.

wildlife australia