અમેરિકા-ઇરાનને કારણે મિડલ ઇસ્ટના 10 લાખ ભારતીયો પર સંકટના વાદળ ઘેરાયા..

08 January, 2020 03:44 PM IST  |  Mumbai Desk

અમેરિકા-ઇરાનને કારણે મિડલ ઇસ્ટના 10 લાખ ભારતીયો પર સંકટના વાદળ ઘેરાયા..

અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ સતત વધતું જાય છે. ઇરાની કમાંડર મેજર જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકન ડ્રૉન હુમલામાં મૃત્યુ થયા બાદ બન્ને તરફથી કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે. એવામાં ત્રણ દાયકા પચી ફરી એકવાર ઇરાન-ઇરાક સહિત આખા મિડલ ઇસ્ટમાં વસતાં ભારતીયો પર પણ સંકટના વાદળ ઘેરાતાં દેખાય છે. તમને અહીં જણાવીએ કે ત્રણ દાયકા પહેલા જ્યારે ઇરાકે કુવૈત પર હુમલો કર્યો હતો તે સમયે ત્યાં રહેતાં કેટલાક ભારતીયોની મદદથી ભારત સરકારે સૌથી મોટું રેસ્ક્યૂ પરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન ઍરઇન્ડિયાના વિમાનોએ 58 દિવસો સુધી નૉનસ્ટૉપ 488 ઉડ્ડાનો ભરીને લગભગ 1 લાખ 70 હજાર લોકોને સમય રહેતાં રેસ્ક્યૂ કર્યા હતા. આ વિશ્વનો સૌથી મોટો રેસ્ક્યૂ ઑપરેશન પણ હતો.

ખાડી યુદ્ધ બાદ ફરી એકવાર સંકટમાં મિડલ ઇસ્ટ વર્તમાનમાં એવી જ સ્થિતિ ભારત સરકાર અને ભારતીયોની સામે ઊભી થતી દેખાઇ રહી છે. આ સ્થિતિ પણ ગંભીર થતી દેખાઇ રહી છે કારણકે બુધવારે તેહરાનથી યૂક્રેન જતો વિમાન હવામાં ક્રેશ થઇ ગયો. શંકા છે કે વિમાન કોઇ ટેક્નિકલ ખામીને કારણે નહીં પણ અમેરિકન હુમલામાં પાડી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં વિમાનમાં સવાર બધાં 170 પ્રવાસીઓની મૃત્યુ થઈ ગઈ છે. આ શંકાનું એક કારણ એ પણ છે કારણકે 1988માં અમેરિકાએ આવી જ રીતે એક વિમાનની મારી પાડ્યો હતો. એટલું જ નહીં આ કૃત્ય માટે અમેરિકાએ માફી પણ માગી ન હતી, જેના પચી ઇરાને આઇસીઝેનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં દસ ભારતીયો સહિત કુલ 280 પ્રવાસીઓ મારી નાખવામાં આવ્યા હતા. અમેરિકા-ઇરાન વચ્ચે વધતાં તણાવ દરમિયાન ભારતના વિમાનો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે તે ઇરાનના હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરવાથી બચે.

મિડલ ઇસ્ટનું સંકટ
અમેરિકાને કારણે તણાવ ફક્ત ઇરાન-ઇરાક કે અમેરિકા વચ્ચે જ નહીં પણ આનો તણાવ આખા મિડલ ઇસ્ટમાં અનુભવાઇ રહ્યો છે. આ મુદ્દે આ ક્ષેત્રના દેશ પણ ઘણાં વહેંચાયેલા છે. જણાવીએ કે મિડલ ઇસ્ટમાં કુલ 18 દેશ સામેલ છે. જેમાં ઇરાન, ઇરાક, યમન, યૂએઇ, તુર્કી, સીરિયા, સઉદી અરબ, કતર, ફિલીસ્તીન, ઓમાન, લેબનાન, કુવૈત, જોર્ડન, ઇઝરાઇલ, મિસ્ત્ર, સાઇપ્રસ, બહરીન અને અકરોત્રી સામેલ છે. આ દેશોમાં લગભગ દસ લાખ ભારતીયો રહે છે.

મિડલ ઇસ્ટના દેશોમાં વસતાં દસ લાખ ભારતીય
વર્તમાન સમયમાં જે તણાવ ફેલાયો છે તેને કારણે દસ લાખ લોકોનું જીવન પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં આવી ગયું છે. જો કે, ભારત સરકાર આ આખા મામલે પોતાની બાજનજર રાખેલ છે અને સતત ભારતીયો માટે એડવાઇઝરી પણ જાહેર કરે છે. જણાવીએ કે ઇરાનમાં જ્યાં 4273 ભારતીયો રહે છે તો ઇરાકમાં લગભગ દસ હજાર ભારતીયો કામ કરે છે.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

ક્યાં કેટલા ભારતીયો...
મિડલ ઇસ્ટના આ દેશોમાં સૌથી વધારે ભારતીય યૂએઇમાં રહે છે. અહીં લગભગ 3105486 ભારતીય રહે છે. તો બીજા નંબરે સઉદી અરબ આવે છે, જ્યાં 2814568 ભારતીયો રહે છે. ત્રીજા નંબર પર કુવૈત છે જ્યાં 929903 ભારતીય રહે છે. પાંચમાં અને છઠ્ઠા સ્થાને કતર અને ઓમાન આવે છે. ત્યારબાદ બહરીન, ઇઝરાઇલ, જૉર્ડન, યમન, ઇરાક, લેબનાન, સાઇપ્રસ, ઇરાન, મિસ્ત્ર, તુર્કી, સીરિયા અને ફિલીસ્તીન આવે છે. જણાવીએ કે ભારત સરકારના આ આંકડાઓમાં 2018 સુધીના આ દેશોમાં વસતાં ભારતીયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

iran iraq india