વેનેઝુએલામાં જેલમાં કેદીઓ અને પોલીસો વચ્ચે ઝપાઝપી, ૨૯નાં મોત

26 May, 2019 10:52 AM IST  | 

વેનેઝુએલામાં જેલમાં કેદીઓ અને પોલીસો વચ્ચે ઝપાઝપી, ૨૯નાં મોત

પ્રતીકાત્મક તસવીર

વેનેઝુએલાની એક જેલમાં હથિયારબદ્ધ કેદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચેની તકરારમાં ઓછામાં ઓછા 29 કેદીઓનાં મોત થયાં છે. કેદીઓના એક જૂથે આ માહિતી આપી છે. વેનેઝુએલાન પ્રિઝન ઓબ્ઝરવેટરીના હુમ્બેતો પ્રાદોએ કહ્યું છે કે ‘ચીજવસ્તુઓ છીનવાઈ જવાના ડરથી કેદીઓએ જેલના અધિકારીઓને અંદર પ્રવેશવા ના દીધા. એ સમયે ઘણા કેદીઓ પાસે હથિયાર હતાં.’

પોર્ટુગિઝના જનસુરક્ષા સચિવ ઑસ્કર વેલેરોએ જણાવ્યું હતું કે ‘પોર્ટુગિઝ રાજ્યના એકારિગુઆમાં પોલીસે કેદીઓને જેલ તોડી ભાગતાં અટકાવવાનો પ્રયાસ કર્યો હોવાથી મામલો બીચક્યો હતો. કેદીઓએ અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી જેમાં ૧૯ પોલીસકર્મી ઘાયલ થયા છે.’

આ પણ વાંચો: ૧ જૅગ્વાર કાર પર લગાવી ૪૬૦૦ ટૉય કાર્સ

તેમણે કહ્યું કે ‘આ તકરારમાં ઓછામાં ઓછા ૧૯ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. જેલમાં એક વિસ્ફોટ થયો હોવાની પણ માહિતી છે. વેનેઝુએલામાં કેદીઓના આ પ્રકારનાં મોતના સમાચાર અનેક વખત આવતા રહે છે. ૨૦૧૮માં ૬૮ કેદીનાં મોત થયાં હતાં તો વેનેઝુએલાની જેલોમાં થતી તકરારોને કારણે ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૧૩૦થી વધુ કેદીઓ મૃત્યુ પામ્યાં છે.

gujarati mid-day news