રાજકોટ જિલ્લામાં 2300થી વધુ સ્થળે યોગ દિવસની ઉજવણી કરશે

11 June, 2019 01:39 PM IST  |  રાજકોટ

રાજકોટ જિલ્લામાં 2300થી વધુ સ્થળે યોગ દિવસની ઉજવણી કરશે

યોગ દિવસ

વિશ્વભરમાં 21 જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે યોગને ધ્યાને લઇને ગુજરાતના રાજકોટ શહેરમાં ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં અને જિલ્લામાં મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં કુલ 2300થી વધુ સ્થળો પર યોગ દિવસની ઉજવણી થશે.

જિલ્લા તંત્ર દ્વારા ખાસ માઇક્રો પ્લાન તૈયાર કરાયો
રાજકોટ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે માઈક્રો પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરના રેસકોર્સ સહિત પાંચ સ્થળોએ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લાં અધિક કલેક્ટર પી. બી. પંડ્યા સાહેબના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે વિદ્યાર્થી સિવાય લોકો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા ઉપર ભાર મૂક્યો હતો.

રાજકોટ જિલ્લામાં 2363 સ્થળોએ યોગના કાર્યક્રમો થશે
જિલ્લાભરમાં યોગના
2363 સ્થળો પર કાર્યક્રમ યોજાવાના છે. તેમાં જિલ્લા કક્ષાના શહેરમાં મુખ્ય પાંચ કેન્દ્રો જેમાં રેસકોર્સ ગ્રાઉન્ડ, રણછોડદાસજી આશ્રમ સામેનો પ્લોટ કુવાડવા રોડ, પારડી રોડ આર.એમ.સી. કોપ્લેક્સ પાસે, નાનામવા ચોકડી મલ્ટી એિક્ટવિટી સેન્ટર સામેનો પ્લોટ અને રાજ પેલેસ સામેનું ગ્રાઉન્ડ સાધુ વાસવાણી રોડ ખાતે યોજાશે. આ ઉપરાંત આવખતે પ્રથમ વાર વંચિતો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં સરસ આયોજન કરાયું છે તથા મહાનગરના પાંચેય સ્વિમિંગપુલમાં પાણીમાં એકવા યોગા યોજાશે, નગરપાલિકા કક્ષાના 12, તાલુકા કક્ષાના 22, શૈક્ષણિક સંસ્થા દ્વારા સૌથી વધુ કેન્દ્રો અને સ્વેચ્છિક સંસ્થા દ્વારા અને અન્ય કેન્દ્રો પર વિસ્તૃત કાર્યક્રમો યોજાશે. આમ વિરાટ અને વિસ્તૃત આયોજન વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયામાં પણ પ્રચાર ઝુંબેશ ચલાવવામાં આવશે
સોશિયલ મીડિયા ઉપર વિશ્વ યોગ દિવસની પ્રચારની ઝૂંબેશ ચલાવવાની અને તેના થકી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં લોકો જોડાય તેવા જરુરી સૂચનો અધિકારીઓને આપ્યા હતા. 
જિલ્લા અધિક કલેકટરએ જિલ્લાભરના અધિકારીઆે પાસેથી કાર્યક્રમના આયોજન અને સ્થળ પસંદગી અંગીની માહિતી મેળવી હતી. સ્વૈિચ્છક સંસ્થા જેવી કે, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ, નહેરુ યુવા કેન્દ્ર, બ્રમ્હાકુમારી, પંતજલિ યોગ, શ્રી શ્રી અકાદમીના સદસ્યો, સમિતી મહિતીની સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે યોગ દિવસના કાર્યક્રમના આયોજન અંગેની ચર્ચા કરી જરુરી સૂચનો આપ્યા હતા.


જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યિક્તઓ અને રાજ્યમાં આવેલ જેલોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિંમાં આવેલ મોટા ઓદ્યોગિક ગૃહો અને જી.આઇ.ડી.સી. એસ્ટેટમાં પણ કાર્યક્રમ યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

gujarat rajkot yoga international yoga day