રાજકોટ : શનિવારે પણ ખોડલધામમાં યોગ મહોત્સવ ચાલુ રહેશે

21 June, 2019 10:09 PM IST  |  Rajkot

રાજકોટ : શનિવારે પણ ખોડલધામમાં યોગ મહોત્સવ ચાલુ રહેશે

ખોડલધામ ટ્રસ્ટ

Rajkot : યોગ ભગાવે રોગના સૂત્રને સાર્થક કરવા વિશ્વ યોગ દિવસ નિમિત ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા રોગ આધારિત યોગ મહોત્સવ-૨૦૧૯માં લોકોના બહોળા પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેને ધ્યાને લઈને આવતીકાલેએટલે કે શનિવારે પણ પણ રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસે આવેલા મિલેનિયમ ટાવરની બાજુના વિશાળ મેદાનમાં યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ મહોત્સવના દિપપ્રાગટ્ય બાદ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. બાદ વડોદરાના કાયાવરોહણ તીર્થ સેવા સમાજના યોગાચાર્ય સ્વામી મુકતાનંદજી અકીલા (અનંતદેવજી) દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો.

સવારે ૬ થી ૭:૩૦ વડોદરાના કાયાવરોહણના યોગાચાર્ય સ્વામી મુકતાનંદજીએ વિવિધ આસન
, પ્રાણાયામ સાથે યોગા અભ્યાસ કરાવ્યો હતો. ભાઈઓ-બહેનો માટે અલગ યોગા અભ્યાસની સુવિધા કરાઈ. યોગાભ્યાસ બાદ લોકોને આયુર્વેદિક ઉકાળો અને જયુસ પણ આપવામાં આવેલ. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, આર્ષ મહાવિદ્યાલયના સ્વામી પરમાનંદજી અને  જાણીતા હાસ્ય કલાકાર સાંઈંરામભાઈ દવેએ પણ યોગ મહોત્સવમાં  યોગ કર્યા હતા.

gujarat rajkot