ક્રિકેટ પ્રેમીઓ આનંદો-અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ

08 January, 2019 02:33 PM IST  | 

ક્રિકેટ પ્રેમીઓ આનંદો-અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ

અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદમાં ક્રિકેટનું સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, જે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિમય હશે. ઝારખંડથી રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ક્રિકેટ અસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમમાં ચાલી રહેલા કામની તસવીરો શેર કરી. પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યું કે,'મોટેરા સ્ટેડિયમ મેલબોર્ન કરતા પણ મોટું બનાવવામાં આવશે. ગુજરાત ક્રિકેટ અસોસિયેશનનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. અને દેશ માટે પણ તે ગૌરવની વાત છે'.



અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમને 2016માં તોડી પાડવામાં આવ્યું હતું. જૂના સ્ટેડિયમમાં 54, 000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. જેના સ્થાને હવે 700 કરોડના ખર્ચે 63 એકર વિસ્તારમાં આ સ્ટેડિયમ આકાર પામી રહ્યું છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું નિર્માણ કરનાર લાર્સન એન્ડ ટ્રુબો આ સ્ટેડિયમનું નિર્માણ કરી રહ્યું છે. જેમાં 3, 000 ફોર વ્હીલર અને 10, 000 ટુ વ્હીલર પાર્ક કરી શકાશે.

આ પણ વાંચોઃ જયંતી ભાનુશાળીની હત્યા મામલે હાર્દિક પટેલના ભાજપ પર પ્રહાર


હાલ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિમય ઑસ્ટ્રેલિયાનું મેલબર્ન છે. પરંતુ કામ પૂર્ણ થતાની સાથે જ અમદાવાદમાં બનનારું સ્ટેડિયમ સૌથી મોટું સ્ટેડિયમ બની જશે, જેમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ રહેશે.

cricket news melbourne ahmedabad gujarat