રાજકોટઃ પાણી ચોરી પર નગરપાલિકાએ બોલાવી તવાઈ, ફટકાર્યો દંડ

22 March, 2019 04:18 PM IST  |  રાજકોટ

રાજકોટઃ પાણી ચોરી પર નગરપાલિકાએ બોલાવી તવાઈ, ફટકાર્યો દંડ

પ્રતીકાત્મક તસવીર

આજે વર્લ્ડ વૉટર ડે છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદે પાણીના જોડાણો અને પાણી ચોરી પર તવાઈ બોલાવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પિંગના કિસ્સાઓઓનો ખુલાસો કર્યો છે. 13 માર્ચથી 20 માર્ચ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાએ ડાયરેક્ટ પમ્પિંગના 60 કિસ્સા અને 6 ભૂતિયા નળ જોડાણ પકડી પાડ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાએ પાણીચોરી કરતા તમામ ગુનેગારોને 75 હજારથી વધુ દંડ ફટકાર્યો છે. આ ત્રણ દિવસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના ત્રણેય ઝોનમાં કુલ 7,833 મકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગના કિસ્સામાં ઈલેક્ટ્રોનિક મોટર જપ્ત કરીને સંબંધિત લોકોને નોટિસ આપવામાં આવી છે. તો ભૂતિયા નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. ડાયરેક્ટ પમ્પિંગ કરીને પાણી મેળવતા લોકોને બબ્બે હજારનો દંડ ફટકરાવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ખોડલખામ ટ્રસ્ટ ફરી વિવાદમાં : મહિલા સમિતિએ આપ્યા રાજીનામા

rajkot gujarat news