અમદાવાદઃ જે પતિએ જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો તેને પત્નીએ સજાથી બચાવ્યો

15 May, 2019 12:48 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ જે પતિએ જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો તેને પત્નીએ સજાથી બચાવ્યો

જે પતિએ જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો તેને જ પત્નીએ સજાથી બચાવ્યો(પ્રતિકાત્મક તસવીર)

આઠ વર્ષ પહેલા જે પતિએ પત્નીને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો તેને પત્નીએ સજાથી બચાવ્યો છે. અમદાવાદના નૂરજહાં કચોટ નામના મહિલા એ સમયે માંડ માંડ બચ્યા હતા જ્યારે તેના સાસરિયાઓ અને તેના પતિએ મળીને તેના પર કેરોસીન છાંટ્યું અને દિવાસળી ચાંપી દીધી. નૂરજહાંને આ સમયે તેના પાડોશીઓએ બચાવ્યા હતા.

માતા પર થયેલા આ અત્યાચારથી હચમચી ઉઠેલી દીકરીએ માતાને ન્યાય અપાવવાનું નક્કી કર્યું. ફેબ્રુઆરી 2013માં ઈરફાન કચોટને 3 વર્ષની સજા થઈ. જો કે બાદમાં તેણે હાઈકોર્ટમાં અરજી કરતા તેને જામીન મળ્યા હતા.

આ પણ વાંચોઃ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે, અમદાવાદમાં યલો અલર્ટ

જેલમાંથી છૂટ્યા બાદ ઈરફાન પત્ની પાસે પાછો ગયો અને બંને શાંતિથી રહેવા લાગ્યા. છ વર્ષ બાદ જ્યારે હાઈકોર્ટમાં આ મામલો આવ્યો ત્યારે નૂરજહાંએ પતિને સજાથી બચાવ્યા છે. નૂરજહાંએ કહ્યું કે, હવે તેના પતિ અને પરિવાર સાથે તેના સારા સંબંધો છે. અને જો હવે મારા પતિ જેલમાં જશે તો પરિવારને મુશ્કેલી પડશે. એટલે હવે તેઓ નથી ઈચ્છતા કે તેમના પતિને સજા મળે.

ahmedabad gujarat