પાન યુદ્ધઃ રાજકોટ જીતશે કે ફિલાડેલ્ફિયા? પાનને મામલે કૉપી રાઇટની લડાઇ

12 February, 2020 04:10 PM IST  |  Rajkot | Mumbai Desk

પાન યુદ્ધઃ રાજકોટ જીતશે કે ફિલાડેલ્ફિયા? પાનને મામલે કૉપી રાઇટની લડાઇ

તસવીર સૌજન્ય મિસ્ટર પાનવાલા રાજકોટ ઇન્સ્ટાગ્રામ

'મેરા પાન તુ્મ્હારે પાન સે બહેતર કૈસે?'નો એક અજબ કિસ્સો થયો છે. રાજોકટમાં 'Mr.Paanwala Rajkot'ના નામે એક પાનના વેપારીનો સ્ટોર ચાલે છે જે થોડા વખત પહેલા બહુ ચર્ચામાં હતો કારણકે અહીં 18000 રૂપિયાનું પાન સુદ્ધાં વેચાય છે. આ પાનવાળાની ખાસિયતોની ચર્ચા કરતો વીડિયો વાઇરલ તો થઇ ગયો પણ અમેરિકાનાં ફિલાડેલ્ફિયાનાં એક 'Mr.Paanwala'ને આની સામે ભારે વાંધો પડ્યો છે. વાત એમ છે અમેરિકાનાં પાનના વેપારીએ પોતાના એકાઉન્ટ પરથી એક સંદેશો વહેતો મુક્યો જેમાં લખ્યુ હતું કે, 'ગાય્ઝ, બીવેર ઑફ ધીસ, સમવન ઇન રાજકોટ આર યુઝિંગ અવર નેમ, હી ઇજ યુઝિંગ અવર નેમ વિથાઉટ પરમિશન.' એટલે કે રાજકોટમાં કોઇ અમારું નામ વાપરી રહ્યું છે તેનાથી ચેતજો.  રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં આવેલી આ દુકાનનાં માલિકે અમેરિકાની આ કંપનીએ ટ્વીટ કરીને વાંધો ઉપાડ્યો હોવાનું જણાવ્યું.  જો કે રાજકોટમાં દુકાન ધરાવતા નરેન્દ્ર માલવીયાએ જણાવ્યું કે તેઓ કોઇની પણ નકલ નથી કરી રહ્યા અને જો કોઇ કેસ કરશે તો તેઓ કૉપી રાઇટના મુદ્દે લડત આપશે. તેમણે તાજેતરમાં જ એક લગ્ન સ્પેશ્યલ પાન બનાવ્યું હતું જેને કારણે આ લડત શરૂ થઇ. 18000 રૂપિયાના આ પાનમાં એક આખી કિટ આવે છે જેમાં એક્રેલિક બોક્સમાં પાન સાથે, કપલનાં ફોટોગ્રાફ્સ, ડ્રારફ્રુટ્સથી ભરેલા સાત ખાના, સોનાના વરખ વાળા બે પાન જેમાં 18 કેરેટનું સોનું વપરાય છે વગેરેની સજાવટ કરાય છે. આમાં બે પાનની કિંમત 6000, ડ્રાયફ્રુટ્સની કિંમત 5 હજાર જેટલી થાય છે વળી બાકી ડેકોરેશન, 300 ગુલાબ પણ આ કિટનો હિસ્સો હોય છે. 

gujarat rajkot indian food