કોણ કહે છે મંદી છે? જામનગરમાં લગ્નની જાનમાં સવા કરોડની રોકડ ઉછાળી

02 December, 2019 08:57 AM IST  |  Jamnagar | Rashmin Shah

કોણ કહે છે મંદી છે? જામનગરમાં લગ્નની જાનમાં સવા કરોડની રોકડ ઉછાળી

જામનગરમાં થયો રૂપિયાનો વરસાદ

દેશભરમાં મંદીની ત્રાડ સંભળાય છે એવા સમયે જામનગર જિલ્લાના ચેલા ગામમાં નીકળેલા લગ્નના એક ફુલેકામાં ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટોનો વરસાદ વરસ્યો અને ફુલેકા દરમ્યાન સવા કરોડ રૂપિયાની ઉછામણી થઈ. એકેક નોટ નહીં, પણ આખાં ને આખાં બંડલ હવામાં ઉડાડવામાં આવતાં હોવાનું પણ આ વિડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું. બસના છાપરા પર ચડીને અને જીપના બોનેટ પર તથા ઘોડી પર બેસીને નોટોની ઉછામણી કરવામાં આવતી હતી. ઉછામણી માટે નાનાં બાળકોને ૧૦ રૂપિયાનાં અને યંગસ્ટર્સ તથા વડીલોને ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટોનાં બંડલ આપવામાં આવ્યાં હતાં. નોટોનો વરસાદ ચાલી રહ્યો હોય એવો વિડિયો ગઈ કાલે બપોર પછી સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં દેકારો બોલી ગયો હતો. ક્ષત્રિય સમાજના રિષીરાજસિંહનાં લગ્નના ફુલેકાના આ વિડિયો હોવાનું બહાર આવ્યું છે. વરરાજાને માંડવે પહોંચાડવા માટે ખાસ હેલિકૉપ્ટર બોલાવવામાં આવ્યું હતું. લગ્નમાં ત્રણ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયો પછી સરકારી અધિકારીઓ પણ આ ફુલેકાની વિગતો એકત્રિત કરવામાં લાગી ગયા હતા.

આ પણ જુઓઃ PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

સામાન્ય રીતે કરવામાં આવેલી ઉછામણી ઢોલી લઈ જતા હોય છે, પણ એવું કહેવાય છે કે ફુલેકા દરમ્યાન જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ઉછામણીના રૂપિયા ઢોલીઓએ લેવાના નહીં, એને બદલે એ રૂપિયા જામનગર જિલ્લાની પાંચ ગૌશાળામાં જમા કરાવવામાં આવશે અને ઢોલીને અલગથી બક્ષિસ આપવામાં આવશે.

jamnagar gujarat