પતંગ લૂંટવાની લાયમાં ટ્રેન નીચે આવી જતાં બાળકના બન્ને પગ કપાયા

13 January, 2020 02:33 PM IST  |  surat

પતંગ લૂંટવાની લાયમાં ટ્રેન નીચે આવી જતાં બાળકના બન્ને પગ કપાયા

ઉધના રેલવેલાઇન પર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બાળકના પગ ગુડ્‌ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયા હતા. કપાયેલી પતંગ પકડવાની લાયમાં રેલવે ટ્રૅક પર ગયેલાં ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયા બાદ સારવાર માટે તેને સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ એક પગનું જૉઇન્ટ ઑપરેશન કરવા તૈયારી દર્શાવી હતી.

લિંબાયત વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતા ઇમામ ઇસ્લામ શેખ (ઉં. ૧૧) છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ઇમામ બહેનના ઘરે સામાન મૂકી મિત્રો સાથે કપાયેલી પતંગ પકડવા માટે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ત્રણ બહેન અને બે ભાઈઓમાં સૌથી નાનો ઇમામ તેના ચારેક બાળમિત્રો સાથે ઉધના રેલવેલાઇન પર પતંગ પકડવાની લાયમાં આમતેમ દોડતો હતો એ દરમિયાન ગુડ્‌ઝ ટ્રેનની અડફેટે આવી ગયો હતો જેમાં ઇમામના પગ કપાઈ ગયા હતાં. આ સમગ્ર ઘટનાને નજરે જોનારા તેના મિત્રોએ ઇમામ વિષે તેના ઘરે જાણ કરતાં ભાગદોડ મચી ગઈ હતી. ઇમામને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફત સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

surat kites