રાજકોટ મા. યાર્ડની કફોડી સ્થિતિ, બેન્કના હપ્તા પણ માંડ ભરાય છે: ચેરમેન

17 April, 2019 12:07 PM IST  |  રાજકોટ

રાજકોટ મા. યાર્ડની કફોડી સ્થિતિ, બેન્કના હપ્તા પણ માંડ ભરાય છે: ચેરમેન

તસવીર સૌજન્યઃ બીપીન ટંકારિયા

રાજકોટ માર્કેટિંગ યાર્ડને જરૂર છે કેંદ્ર સરકારની સબસિડીની. અચાનક પડતા વરસાદથી પાકને રક્ષણ આપવા માટે શેડ બનાવવાની જરૂર છે. પરંતુ આજ સુધી આ જરૂર પુરી નથી થઈ શકી. કારણ છે કેન્દ્રમાંથી અટકી ગયેલી સબસિડી. માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો દિલ્હી સુધી જઈ આવ્યી છે પણ ઉકેલ નથી આવ્યો. યાર્ડ હાલ બેન્કના હપ્તા પણ માંડ ભરે છે. આવી સ્થિતિમાં સબસિડી મળે તો જ શેડ બને તેમ છે.

ચૂંટણી પછી સબસિડી મળવાની આશા
સબસિડી મળવા મામલે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયાએ gujaratimidday.com સાથે વાત કરતા કહ્યું કે, "અમે લોકો અનેક વાર રજૂઆત કરી છે. અમને કહેવામાં આવ્યું છે કે એપ્લિકેશન આખરી તબક્કામાં છે. કદાચ ચૂંટણી બાદ આ સબસિડી મંજૂર થઈ જશે. અત્યારે યાર્ડ પણ ખાદમાં ચાલી રહ્યું છે. બેંકના હપ્તા માંડ ભરાય છે. સબસિડી આવશે ત્યારે શેડ બનાવવામાં આવશે."

આ પણ વાંચોઃ રાજકોટઃ વર્ષો વર્ષ કમોસમી વરસાદથી બગડે છે પાક, પણ નથી આવતો ઉકેલ

શું છે સમસ્યા?
મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં બહાર રહેલો પાક પલળી ગયો હતો. પાકને થોડું ઘણું નુકસાન થયું છે. જેના કારણે તેની ગુણવત્તા પર અસર પડશે. જો યાર્ડમાં શેડ બની જાય તો આ સમસ્યાથી પરેશાન ન થવું પડે.

rajkot gujarat