રાજકોટઃ વર્ષો વર્ષ કમોસમી વરસાદથી બગડે છે પાક, પણ નથી આવતો ઉકેલ

રાજકોટ | Apr 17, 2019, 11:39 IST

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં રહેલા પાકને નુકસાન થયું છે. આ સમસ્યા લાંબા સમયથી સામે આવી રહી છે. જો કે આજ સુધી તેનો ઉકેલ નથી આવ્યો.

રાજકોટઃ વર્ષો વર્ષ કમોસમી વરસાદથી બગડે છે પાક, પણ નથી આવતો ઉકેલ
મંગળવારે પડેલા વરસાદથી પલળ્યો પાક(તસવીર સૌજન્યઃ બીપીન ટંકારિયા)

અચાનક માવઠું આવ્યું અને સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલો પાક પલળી ગયો. વરસાદના કારણે પાક પલળી જતા પાકની ગુણવત્તા પર અસર પડી છે. વરસાદના કારણે ચણા, ઘઉં, મગફળી, એરંડા અને ધાણાનો પાક જે વેપારીઓએ ખરીદ્યો હતો તેના પર અસર પડી છે.

પાક પલળી જતા તેની ગુણવત્તા પર અસર
રાજકોટ માર્કેટિંગ યાર્ડ બન્યું તેને પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ આજ સુધી તેમાં શેડ નથી બન્યા. શેડ ન બનવાના કારણે ખેડૂતો અને વેપારીઓને પડતી સમસ્યા પર વાત કરતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી અતુલભાઈ કહે છે કે, "નવું માર્કેટિંગ યાર્ડ બન્યું તેને પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો. કેન્દ્ર સરકાર યાર્ડમાં શેડ નાખવા માટે સબસિડી આપવાની હતી. પરંતુ આ સબસિડીના પૈસા અમને આજ સુધી નથી મળ્યા. અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. કેંદ્રમાં, રાજ્યમાં અને યાર્ડમાં પણ ભાજપના હોદ્દેદારો હોવા છતા આજ સુધી યાર્ડને સબસિડી નથી મળી."

આ પણ વાંચોઃ ગુજરાતીઓ સાવધાન! આજે પણ છે આંધી-તોફાનનું અલર્ટ

રાજકોટના સાંસદથી છે ફરિયાદ
રાજકોટમાં નવું માર્કેટિંગ યાર્ડ બન્યું તેને પાંચ વર્ષ થઈ ગયા છતાં એક પણ વાર સાંસદ મોહન કુંડારિયા એક પણ વાર યાર્ડની મુલાકાતે નથી આવ્યા. તેમણે એકવાર ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ નથી કર્યો. પાંચ વર્ષમાં રાજકોટના માર્કેટિંગ યાર્ડ અને ખેડૂતો માટે કાંઈ જ કામ નથી થયું. જો આ સબસિડી મંજૂર થઈ જાય તો તેમની મુશ્કેલી ઓછી થઈ શકે તેમ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK