મને ખૂબ ગમે છે જ્યારે લોકો મને કહે છે સેલ્ફી ક્વીનઃ RJ અદિતી

20 April, 2019 06:31 PM IST  |  અમદાવાદ

મને ખૂબ ગમે છે જ્યારે લોકો મને કહે છે સેલ્ફી ક્વીનઃ RJ અદિતી

મળો સુપર કૂલ અને પોઝિટિવ એવી અદિતીને

તમે એક જાણીતા અને સફળ આરજે હતા, અચાનક આમ બધું છોડીને Entrepreneur બનવાનું કેમ નક્કી કર્યું?
મેં Entrepreneur બનવાનું નક્કી કરીને RJing નહોતું છોડ્યું. સળંગ 8 વર્ષ RJ તરીકે કામ કર્યા બાદ મને બ્રેક જોઈતો હતો. એટલે મેં બ્રેક લીધો. જે દરમિયાન digitalમાં શીખી. જે નૉલેજ લીધું છે તેને અમલમાં લાવવા માટે કંપની સ્ટાર્ટ કરી અને બની ગઈ Entrepreneur.

RJ એટલે પબ્લિક ફીગર, લોકો વચ્ચે રહેવાનું, લોકો સાથે વાત કરવાનું અને હવે આ સોશિયલ મીડિયાના જમાનામાં એમાં ગ્લેમરનો પણ ઉમેરો થયો છે, તો Entrepreneur બની ગયા પછી તમે એ લાઈફને મિસ નથી કરતા?
હું જ્યારે RJ હતી ત્યારે લોકો સાથે અવાજથી જ ઈન્ટરેક્શન થતું. પરંતુ સોશિયલ મીડિયામાં એવું છે કે લોકો સાથે વાત કરવાનું, તેઓ તમને જોઈ અને મળી પણ શકે. RJ ખાલી અમદાવાદ પુરતું સિમિત હતું. સોશિયલ મીડિયાથી હું દરેક ગુજરાતી સાથે તે કોઈ પણ ખુણામાં હોય તેની સાથે વાત કરી શકું. સોશિયલ મીડિયાના જમાનામાં RJ વાળા ગ્લેમરમાં ઉમેરો થયો છે. પણ આજે Entrepreneurshipમાં પણ એટલું જ ગ્લેમર ઉમેરાયું છે. એટલે હું એ લાઈફને એટલી મિસ નથી કરતી.

જાણીતા RJમાંથી Entrepreneur બનવાનું પગલું ઘણું મોટું હતું, ડર નહોતો લાગ્યો?
હા, એવું કાંઈક તો હતું, ડર કહેવાય કે નહીં ખબર નહીં. પણ એવું કહેતા લોકો કે જ્યારે તમે RJing છોડી દો પછી તમે કશું જ નથી રહેતા. ઘણાં RJ આ જ ડરથી રેડિયો નથી છોડતા. હું એવી પહેલી હતી જેણે રેડિયો છોડવાની હિંમત કરી. એટલું મોટું પગલું લીધું. એમાં મારા પરિવારનો સપોર્ટ પણ મહત્વનો રહ્યો. બસ, મેં આ જર્ની સ્ટાર્ટ કરી અને ટ્રેન્ડ સેટ કર્યો. મારા પછી અનેક RJએ બ્રેક લીધો અને જે ગમતું હતું એ કર્યું. હા, મારું આ પગલું મોટું હતું પણ મારામાં એક ક્લેરિટી તો હતી કે મારે કાંઈક શીખવું છે. જો આગળ વધવું હોય તો કાંઈક છોડવું જ પડે.

અદિતી રાવલ કેવી રીતે RJ અદિતી બની?
એમાં એવું છે ને કે થર્ડ યર બી.કોમ.ની એક્ઝામ આપી હતી. વેકેશન ચાલતું હતું અને રિઝલ્ટ નહોતું આવ્યું. છાપામાં એડ આવી અને RJની જરૂર હતી. અને હું મીડિયાનું કોઈ બ્રેકગ્રાઉન્ડ ન હોવા છતાં સિલેક્ટ થઈ ગઈ. હું સૌથી નાની હતી સિલેક્ટ થયેલા લોકોમાં. આઉટડોર બ્રોડકાસ્ટર તરીકે હું સિલેક્ટ થઈ હતી પણ મને તેમણે મોર્નિંગ શો ઑફર કર્યો. મોર્નિંગ શોના 15 જ દિવસમાં મને ઈવનિંગ શો મળ્યો એન્ડ રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી...

RJ તરીકેની તમારી સફર કેવી રહી? કોઈ યાદગાર પ્રસંગ તમે શેર કરવા માંગશો?
RJ તરીકેની જર્ની બહુ જ બ્યુટિફુલ રહી. કારણ કે અવાજના માધ્યમથી તમે લોકોના ટચમાં રહો છે. અને કલાકના 10 ગીતોની વચ્ચે તમને મળતી એ 4 મિનિટ, જેમાં તમે કાંઈક એવી વાત કરી લો છો કે તમને લોકો જિંદગીભર યાદ રાખે. સાથે ઘણું શીખવા પણ મળે. ઘણા યાદગાર પ્રસંગો છે આમ તો, પણ મને આ પ્રસંગ બહુ ટચ કરી ગયેલો, એક છોકરીને 12માંની પરીક્ષા આપવાની હતી. અને તેના ઘરે છાપા, ટીવી બધુ બંધ હતું. એ છોકરી ભણતાં સમયે મારો શો સાંભળતી. એ છોકરીના પિતાનો મારા પર ફોન આવ્યો આખી સ્થિતિ કહી ત્યારે મેં કહ્યું કે આ છોકરી તો 90 ટકા ઉપર લાવશે. અને એ છોકરી લાવી પણ ખરા. પરિણામ આવ્યા બાદ તે મિઠાઈ લઈને પિતા સાથે ઑફિસે પણ આવી હતી,અને મને કહ્યું હતું કે, 'તમારા એ શબ્દોએ મારામાં વિશ્વાસ જગાવ્યો હતો અને મેં ચાર ગણી મહેનત કરી હતી.' ત્યારે મને એમ થયું હતું કે તમારી એક લાઈનની કમેન્ટ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે.

હવે તો તમે પુરા બિઝનેસ વુમન બની ગયો છો, તો તમારી સામે આ સમયે ક્યાં ક્યાં પડકારો આવ્યા છે?
રેડિયો છોડ્યા પછીનો સૌથી મોટો પડકાર એ હતો કે રેડિયો અમદાવાદ પુરતો જ મર્યાદિત હતો. જ્યારે સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે તો અમેરિકાથી પણ ઈન્કવાયરી આવે. RJ કે આર્ટિસ્ટ તરીકે ક્યારેક તમે moody હોવ. તેમને મેનેજ કરવા માટે મેનેજર હોય છે. 2015માં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એ સમયે ગુજરાતમાં તેનો ટ્રેન્ડ જ નહોતો. અનેક પડકારો આવ્યા. હવે ફાઈનલી લોકો સમજતાં થયા છે. બિઝનેસ વુમન તરીકે અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે કામ કર્યું છે. ક્રીએટિવ પ્રોડ્યૂસર તરીકે એક ફિલ્મ કરી, તો એ તો આખી અલગ જ લાઈન છે. ધંધામાં તો તમારે જ વાત કરવી પડે અને ત્યારે લોકોને ક્યારેક સમજાવવા મુશ્કેલ છે. હું તો એવી છું કે કોઈ મને વધારે પૈસા આપતું હોય તો પણ કહી દઉં કે ભાઈ, મારી કન્સ્લટન્સીના આટલા જ પૈસા થાય છે.

સોશિયલ મીડિયા પર તમે ઘણા એક્ટિવ છો, લોકો તમને સેલ્ફી ક્વીન કહે છે. લોકોનો આવો પ્રતિભાવ તમને કેવો લાગે છે?
આઈ લવ ઈટ વેન પીપલ કૉલ મી સેલ્ફી ક્વીન. અને એના ચક્કરમાં તો મેં ઈન્ડિયાનો સૌથી પહેલો અને વર્લ્ડનો બીજો સેલ્ફી વર્કશોપ પણ કરી નાખ્યો. સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાનું કારણ એ જ કે RJing છોડ્યા પછી મારી ફેન ફોલોઈંગ ચાર ગણી વધી ગઈ. ફિલ્મ રિવ્યૂ, ઈન્ટરવ્યૂ હું કરું છું. એમાંથી હું કમાતી નથી. પણ સોશિયલ મીડિયા પર એક મોટો વર્ગ છે જેમને આવી વાતો ગમે છે. એટલે મારા ઑડિયન્સ માટે હું આ બધું કરું છું. એક પબ્લિક ફીગર અદિતી છે અને એક Entrepreneur છે, જેની ઘણી સ્ટ્રગલ છે. પરંતુ જ્યારે લોકો સોશિયલ મીડિયા પર મારા કામને વખાણે છે ત્યારે બધો થાક ઉતરી જાય છે.

તમે એક પબ્લિક ફીગર છો. લોકો તમારા વખાણ કરે છે તેમ ટીકા પણ કરતા હશે, આ ટીકાને તમે કેવી રીતે લો છો? નેગેટિવ કમેન્ટ્સ અને ક્રિટિસિઝમને કેવી રીતે હેન્ડલ કરો છો?
હું ક્રિટિસિઝમને સારી રીતે લઉં છું. કારણ કે ક્રિટિસિઝમ તમને ઘડે છે, મને વધારે સારી બનવા માટે પ્રેરણા આપે છે. હું ક્રિટિસિઝમને પોઝિટિવલી લઉં છું. જો તમારે તમારું બેસ્ટ વર્ઝન બહાર લાવવું હોય તો એવા જ મિત્રો રાખવા જે તમને ક્રિટિસાઈઝ કરે છે. પણ હા, તેની એક રીત હોય છે!!

(તમામ તસવીરો aditiraval ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી)

ahmedabad gujarat