હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં શિયાળો હજી લંબાઈ જવાનો

01 February, 2020 07:31 AM IST  |  Rajkot | Rashmin Shah

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં શિયાળો હજી લંબાઈ જવાનો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ચાલી રહેલી કોલ્ડ વેવની અસર હજી આવતા બે દિવસ રહેશે એવી આગાહી કરતાં ગુજરાત હવામાન વિભાગે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે કોલ્ડ વેવની આ અસર ઓસર્યા પછી પંદરેક દિવસ પછી એટલે કે ફેબ્રુઆરીના મધ્ય ભાગમાં નવેસરથી ઠંડીનો દોર આવી શકે છે. ગુજરાતમાં ગઈ કાલે ઍવરેજ લઘુતમ તાપમાન ૯.૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગુજરાતનું સૌથી ઠંડું નલિયા રહ્યું હતું. નલિયાનું લઘુતમ તાપમાન ગઈ કાલે પ.૯ ડિગ્રી નોંધાયું હતું.

કોલ્ડ વેવની અસરની જેમ જ આ વર્ષે શિયાળો પણ લાંબો ચાલે એવી શક્યતા છે. મૉન્સૂન પછી વિન્ટર જો લાંબું ચાલશે તો કૃષિ પેદાશો પર નકારાત્મક અસર જોવા મળશે. ખાસ કરીને ઘઉં અને બાજરીના પાક પર લાંબો ચાલતો શિયાળો અસર કરતો હોય છે. જો શિયાળો ૧૫ દિવસથી વધારે લંબાશે તો ઉનાળામાં બજારમાં આવતી કૃષિ પેદાશો પર ૨૦થી ૨૨ ટકા જેવી અસર થશે એવું કૃષિનિષ્ણાતોનું કહેવું છે.

gujarat rajkot Rashmin Shah