ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે ઠંડીની આગાહી

27 December, 2018 09:46 PM IST  | 

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે ઠંડીની આગાહી

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે ઠંડીની આગાહી

છેલ્લા એક બે દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. દિવસે પણ ગરમ કપડા પહેરી રાખવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. જેથી ખુબ જ ઠંડો પવન ફુંકાશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે ઠંડી પડશે. જેનો કોલ્ડ વેવ કહેવામાં આવે છે. જેની સૌથી વધુ અસર અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, કચ્છ અને ભાવનગરમાં જોવા મળશે.

દેશના ઉત્તર અને પૂર્વ ભાગમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેના કાટરણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેની અસરના કારણે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં એક થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

gujarat