ગુજરાત પર ફરી માવઠાનું સંકટ

30 March, 2023 02:33 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ગયા અઠવાડિયે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર–કચ્છના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ગુજરાતમાંથી માંડ હજી તો કમોસમી વરસાદ ગયો છે ત્યાં ફરી વાર ગુજરાત પર માવઠાનું સંકટ તોળાયું છે. આજે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં ગયા અઠવાડિયે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર–કચ્છના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થયું હતું.

gujarat news Gujarat Rains ahmedabad Weather Update