અમદાવાદઃ ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી, ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે

18 November, 2019 03:25 PM IST  |  Ahmedabad

અમદાવાદઃ ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી, ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે

ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી

ગોતાના વસંતનગર ટાઉનશિપમાં આવેલી પાણીની ટાંકી ઉતારતી વખતે ધરાશાયી થઈ છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી છે. દુર્ઘટનાના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા.

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે સુરક્ષા વગર પાણીની ટાંકી ઉતારવામાં આવી છે. ટાંકીનો સ્લેબ પાસે આવેલા મકાન પર પડ્યો હોવાના પણ અહેવાલ આવી રહ્યા છે. હાઉસિંગ બોર્ડ ટાંકીને ઉતારવાની કામગીરી આજરોજ ચાલી રહી હતી ત્યારે ટાંકી ધરાશાયી થઈ છે. જો કે કામગીરી દરમિયાન આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હોવાથી વધુ જાનહાનિ નથી થઈ.

ahmedabad gujarat