ગુજરાતમાં પાણીની પારાયણઃ પાણીની અછતની ફરિયાદોથી ઉભરાઈ હેલ્પલાઈન્સ

03 May, 2019 12:44 PM IST  |  ગાંધીનગર

ગુજરાતમાં પાણીની પારાયણઃ પાણીની અછતની ફરિયાદોથી ઉભરાઈ હેલ્પલાઈન્સ

રાજ્યમાં વધી પાણીની સમસ્યા

આ ઉનાળો ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે.

મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.

આ પણ વાંચોઃ વિલે પાર્લેના કચ્છીનો સિક્કિમમાં થયેલા અકસ્માતમાં જીવ ગયો

રાજ્યમાં પાણીની સ્થિતિની વાત કરીએ તો, જ્યાં પાણીની અછત છે ત્યાં 393 ટેન્કર્સ રોજની 1605 ફેરા લગાવી રહ્યા છે. ફરિયાદોના પ્રમાણમાં વધારો થતા સરકારે મંત્રીઓને તેમના વિસ્તારમાં જઈને સ્થિતિની સમીક્ષા કરવાનું કહ્યું છે.

gujarat