ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં થયો વધારો

08 July, 2019 10:44 AM IST  |  નર્મદા

ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં થયો વધારો

ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં થયો વધારો

સરદાર સરોવરની સપાટી 120.78 મીટર પર પહોંચી છે. સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તાર મધ્યપ્રદેશ અને નર્મદા જિલ્લામાં રવિવારે સારો એવો વરસાદ પડ્યો જેના કારણે ડેમની સપાટી ઉપર આવી છે. મધ્ય પ્રદેશમાંથી 40, 341 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા બંધની જળસપાટી 120.24ક્યુસેક હતી જે વધીને એક દિવસમાં 121.92 ક્યુસેક થઈ ગઈ છે. ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય કૅનલમાં 6,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
મધ્ય પ્રદેશના ઓંકારેશ્વર ડૅમમાંથી 1422 ક્યુસેક પાણી છોડાયું અને બર્ગી અને હોશંગાબાદમાં વરસાદ પડતાં નર્મદા બંધમાં પાણીની અવાક થઈ રહી છે. નર્મદા બંધમાં પાણીની આવ‍ક 22, 640 ક્યુસેક જેટલી થઈ રહી છે જેને કારણે નર્મદા બંધની જળસપાટી 120.24 ક્યુસેક હતી જે વધીને એક દિવસમાં 121.92 ક્યુસેક થઈ ગઈ. આમ એક દિવસમાં 18 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ગઈ કાલે સરદાર સરોવરના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ પણ જુઓઃ વરસાદના કારણે દક્ષિણ ગુજરાત પાણી-પાણી

ઉકાઈ ડૅમમાં પણ પાણીની આવક
ઉકાઈ ડૅમની પાણીની આવકજાવક પર સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોની નજર રહે છે. ડૅમમાં સામાન્ય રીતે જૂન મહિનાના બીજા સપ્તાહથી પાણીની આવક શરૂ થઈ જતી હોય છે. જોકે ચાલુ વર્ષે જૂન મહિનામાં ડૅમમાં પાણીની આવક શૂન્ય નોંધાયા બાદ છેક 6 જુલાઈએ સવારે 4229 ક્યુસેક પાણીનો આવરો શરૂ થયો છે અને ડૅમની સપાટીમાં પણ વધારો થવાની શરૂઆત થઈ છે. હાલમાં 276.22 ફુટ ઇનફલો, 600 ક્યુસેક આઉટફલો, 600 ક્યુસેક; હાથનૂર ડૅમ 209.46 મીટર આઉટફલો, 13, 013 ક્યુસેક નોંધાયો છે.

Gujarat Rains gujarat