વડોદરા : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન જાગૃતિ રેલી યોજી

14 April, 2019 07:48 PM IST  |  વડોદરા

વડોદરા : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન જાગૃતિ રેલી યોજી

વોટ જાગૃતિ રેલી (PC : Google)

દેશમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વડોદરામાં મતદાન જાગૃતતા રેલી યોજાઈ હતી. માંડવીથી શરૂ થયેલી રેલીમાં 200થી વધુ સંસ્થાઓના લોકો જોડાયા. રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ દ્વારા આયોજિત મતદાન જાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

રેલીમાં મારો મત વડોદરાનો મતના નારા લાગ્યા
ઢોલ નગારા અને ડીજેના તાલે યોજાયેલી રેલીમાં વડોદરાના કલાકારો
, તબીબો, વકીલો, વિવિધ એનજીઓ અને સંસ્થાના લોકો, સ્કેટીંગ કરનાર બાળકો, મહિલાઓ, યુવતીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીમાં લોકો મત કરવો સૌનો અધિકાર, મારો મત વડોદરાનો મત જેવા સૂત્રોચ્ચાર કરી હાથમાં પ્લેકાર્ડ લઈ નીકળ્યા હતા.

કિન્નરો પણ રેલીમાં જોડાઇને મતદાન કરવા અપીલ કરી હતી
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે
, વડોદરામાં દેશમાં સૌથી વધુ મતદાન કરવાનો રેકોર્ડ બનાવીશું. કિન્નર સમાજના લોકો પણ રેલીમાં જોડાયા હતા. જેમને તમામ સમાજના લોકો મતદાન કરવા મોટી સંખ્યામાં નીકળે તેવો સંદેશો આપ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતનો ઈતિહાસ દર્શાવતી 10 જગ્યાઓ

મતદાન જાગૃતી રેલીમાં પુર્વ જવાનો પણ જોડાયા હતા
શહેરમાં મતદાન જાગૃતિ રેલીમાં આર્મીના પૂર્વ જવાનો અને પરિવારના સભ્યો પણ જોડાયા હતા. વિધાનસભાના અધ્યક્ષ
, જીલ્લા ચૂંટણી અધિકારી સહિત તમામ લોકો વડોદરામાં મતદાનની ટકાવારી વધે તે માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે શું 2019ની લોકસભા ચૂંટણીમાં વડોદરા 2014ના મતદાન ટકાવારીનો રેકોર્ડ તોડશે કે કેમ તે જોવું રહ્યું.

Election 2019 vadodara