વિસનગરમાં ટ્રાફીક પોલીસની કાર્યવાહી, અડચણરૂપ 8 લારીઓ જપ્ત કરી

21 April, 2019 08:56 AM IST  |  વિસનગર

વિસનગરમાં ટ્રાફીક પોલીસની કાર્યવાહી, અડચણરૂપ 8 લારીઓ જપ્ત કરી

વિસનગર (File Photo)

વિસનગર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યું છે. એક બાજૂ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે તો બીજી તરફ વિસનગરનો ટ્રાફીક પણ વધી રહ્યો છે. જેના ભાગ રૂપે વિસનગરમાં ગૌરવપથ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ લારીઓ સામે પોલીસે અચાનક કાર્યવાહી હાથ ધરી ફળફળાદી અને શાકભાજીની આઠ લારીઓ કબ્જે કરી ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ કાર્યવાહીના પગલે લારીઓવાળામાં દોડધામ મચી ગઇ હતી. 

આડધડ ઉભા રહેલ લોકોની 8 લારીઓ ટ્રાફીક પોલીસે જપ્ત કરી
શહેરની ટ્રાફીક પોલીસની વારંવાર સુચના છતાં ડોસાભાઇ બાગ નજીક કેટલાક લારીઓવાળા આડેધડ ઉભા રહી ટ્રાફિકને અડચણરૂપ થતાં હતા. જેને પગલે શનીવારે ટ્રાફીક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડોસાભાઇ બાગ નજીક આડેધડ ઉભા રહેલ લોકોની આઠ લારીઓ કબજે લઇ તેમની સામે ટ્રાફિકને અડચણરૂપ બનવાનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો : વિસનગરમાં તસ્કરોનો આતંક, મેડિકલ સ્ટોરમાં રોકડ-લેપટોપ સહીત 59 હજારની ચોરી

શહેરમાં તસ્કરોનો ત્રાસ વધી ગયો
વિસનગરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો આતંક વધી ગયો છે. શહેરમાં ફરી એકવાર તસ્કરોની લુટની ઘટના સામે આવી છે. સવાલા દરવાજા સ્થિત મ્યુ. માર્કેટમાં આવેલ કેર ફાર્મસી નામના મેડિકલ સ્ટોરના પાછળના ભાગે એક્ઝોસ્ટ ફેનની બારી તોડી અંદર ઘૂસેલા તસ્કરો લેપટોપ અને 10 હજાર રોકડ મળી કુલ 59 હજારની મત્તા ચોરી કરી ગયા હતા. મેડિકલ સ્ટોરના માલિકે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

gujarat