વિદ્યાર્થીઓ પાસે કાર ધોવડાવતા શિક્ષકનો વિડિયો વાઇરલ

06 February, 2020 08:06 PM IST  |  Mumbai Desk

વિદ્યાર્થીઓ પાસે કાર ધોવડાવતા શિક્ષકનો વિડિયો વાઇરલ

મહુધાની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે પોતાની ગાડીઓ ધોવડાવતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. વિડિયો વાઇરલ થતાં વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો હતો. તેમ જ શિક્ષક સામે કડક પગલાં લેવા માગ કરી હતી. બીજી તરફ શાળાના અન્ય શિક્ષકનું કહેવું છે કે આ વિડિયો જૂનો છે તેમજ આ બાબતે શિક્ષક સાથે વાત થઈ હતી અને તેમણે આજ પછી આવું નહીં થાય તેમ માફી પણ માગી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મહુધાની ભુમસ પ્રાથમિક શાળામાં ધોરણ ૬, ૭ અને ૮માં ગણિત વિષય ભણાવતા જયદીપ પટેલ નામના શિક્ષક દ્વારા પોતાની કાર વિદ્યાર્થીઓ પાસે ધોવડાવતા હોવાનો એક ૧૮ સેકન્ડનો વિડિયો વાઇરલ થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુમસની પ્રાથમિક શાળાના શિક્ષક દર અઠવાડિયે પોતાની ગાડી વિદ્યાર્થીઓ પાસે ધોવડાવતા હતા એટલુ જ નહીં, પાંચમા અને છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીઓને આ શિક્ષક ગાળો બોલીને બોલાવતો હતો. જેનું ઑડિયો રેકૉર્ડિંગ કરી કેટલાક ગામના જ કટકીબાજો દ્વારા ઑડિયો ક્લિપ વાઇરલ કરવાની ધમકી આપી નાણાં પણ પડાવી લીધાં હોવાનું મનાઈ રહ્યું છે.

gujarat