વીડિયો : મુંબઇ-આગ્રા હાઇવે પર જોવા મળ્યો ચિત્તો, લોકોમાં ગભરાહટ

19 April, 2019 07:21 PM IST  |  મુંબઈ - અમદાવાદ હાઇવે

વીડિયો : મુંબઇ-આગ્રા હાઇવે પર જોવા મળ્યો ચિત્તો, લોકોમાં ગભરાહટ

ચિત્તો

કસારાથી નાસિક જતી વખતે જોવા મળ્યો ચિત્તો

મળતી માહિતી પ્રમાણે કસારા ઘાટથી નાસિક તરફ જતાં હાઇવે પર એક આશ્ચર્યજનક ઘટના બની. લોકો જ્યારે પ્રવાસ દરમિયાન કસારા ઘાટથી નાસિક નજીક મુંબઇ-અમદાવાદ હાઇવે તરફ જઇ રહ્યાં હતા ત્યારે તેમના જીવ અધ્ધર થઇ ગયા જ્યારે તેમણે હાઇવે પર ચિત્તાને ચાલતો જોવા મળ્યો હતો. રસપ્રદ હકીકત એ છે કે જે લોકો ચિત્તાને જોયો તેમણે તેનો વીડિયો લીધો અને તેમણે પોતાના વાહનની ગતિ પણ સામાન્ય કરી નાંખી જેથી ચિત્તાને કોઇપણ જાતની ખલેલ કે નુકસાન ન પહોંચે.

વન વિભાગે મિડ ડે સાથે વાત કરતા કહ્યું કે અમે વીડિયોની ખરાઇ કરી રહ્યા છે

મિડ ડે સાથે વાત કરતાં વનવિભાગ અધિકારીએ જણાવ્યું કે, "અમને આ વીડિયો મળ્યો છે જેમાં ચિત્તો હાઇવે પર ચાલતો દેખાય છે અને અમે એ પણ તપાસ કરીએ છીએ કે આમાં કેટલું સત્ય છે તેમજ આ જગ્યા એ જ છે કે કેમ તેની પણ તપાસ કરી રહ્યા છીએ. અમને એવી માહિતી મળી છે કે વીડિયો કસારામાંથી શૂટ કરવામાં આવ્યો છે, અને વીડિયોમાં જોવા મળે છે કે વાહન ચલાવનારાએ પ્રાણીને કોઇપણ હાનિ પહોંચાડી નથી."

આ પણ વાંચો : ભાજપથી અપક્ષમાં જોડાયેલા રેશ્મા પટેલ પર હુમલો

ચિત્તો હાઇવે પર એકથી વધુ મિનિટ સુધી ચાલતો જોવા મળ્યો હતો જ્યારે અન્ય વાહનો સામેની બાજુથી પસાર થઇ રહ્યા હતા. વીડિયો જોતાં તમે જોઇ શકો છો કે ચિત્તો રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે પણ વાહનોની અવરજવરને કારણે તે રોડ ક્રોસ કરી શકતો નથી. દરમિયાન વીડિયો શૂટ કરી રહેલા લોકોમાં ચિત્તાનું એક્સિડન્ટ ન થઇ જાય તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી અને એવું પણ સાંભળવા મળે છે કે સામેની દિશામાંથી આવતાં વાહનોને અટકાવવું જોઇએ જેથી ચિત્તો સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકે.

ahmedabad mumbai