વાયુ સાઈક્લોનઃવેરાવળ રેન્જના 13 સિંહોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

13 June, 2019 10:12 AM IST  |  વેરાવળ

વાયુ સાઈક્લોનઃવેરાવળ રેન્જના 13 સિંહોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

સિંહ

વાયુ વાવાઝોડાના પ્રકોપથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫થી ૯ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાને લઈ વેરાવળ રેન્જના ૧૩ સિંહોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. વેરાવળ સહિત સમુદ્રકિનારે અને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા સિંહોને ખસેડી લેવામાં આવ્યા છે. જેમાં ચોરવાડથી લઈ વેરાવળ અને હીરણ નદીના કાંઠાળા વિસ્તારના સિંહોનો સમાવેશ છે જેમાં વડોદરા ડોડ‌િયાના ૩, આદરીના પાંચ અને હીરણ નદીના કાંઠે વસવાટ કરતા પાંચ સિંહોને ખસેડાયા છે.

આ પણ વાંચો : વાયુ વાવાઝોડાના કારણે 57 તાલુકાઓમાં વરસાદ, દરિયામાં હાઈટાઈડ

તો બીજી તરફ રાજુલા-જાફરાબાદના દરિયાકાંઠે સિંહો સહિત વન્ય પ્રાણીનાં લોકેશન રાખવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે ૨૫ પ્રકારનાં વન્ય પ્રાણીઓનો વસવાટ છે; જેમાં સિંહ, દીપડા, નીલગાય સહિત વન્ય પ્રાણીઓનો સમાવેશ છે. રાજુલા રેન્જ દ્વારા સિંહોનાં લોકેશન રાખવા અને સતત વન્ય પ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખવા સૂચના મળી છે. વાયુ વાવાઝોડું આવે તો સિંહો તણાય જાય નહીં એ માટે તમામ તકેદારી રાખવાનું વન અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે.

veraval gujarat gujarati mid-day