વાયું વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું, પણ ખતરો ગુજરાત પરથી સંપુર્ણ ટળ્યો નથી

13 June, 2019 08:55 AM IST  |  અમદાવાદ

વાયું વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું, પણ ખતરો ગુજરાત પરથી સંપુર્ણ ટળ્યો નથી

સોમનાથ વિસ્તારમાં વાયુ વાવાઝોડાની અસર

ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઇને ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે હવામાન એજન્સી સ્કાયમેટ તરફથી મળી રહેલી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી વાયુ વાવાઝોડાની અસર ઓછી થતી જોવા મળી રહી છે. હવે વાયુ વાવાઝોડાએ પોતાની દિશા બદલતા હવે તે ઓમાન તરફ ફંટાયું છે.


વાવાઝોડું હાલ વેરવળથી 200 કિમી દુર છે

મળી રહેલ માહિતી પ્રમાણે સ્કાટમેટના કહેવા પ્રમાણે વાયુ વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે પરંતુ ઝડપમાં વધારો થયો છે. હવે બપોર બાદ સરકાર ગુજરાતના વાતાવરણને લઈને ફરી જાહેરાત કરી શકે છે. વાયુ વાવાઝોડું હાલ વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે.

આ પણ વાંચો : વાયુ સાઈક્લોનઃ અહીં LIVE જુઓ, ગુજરાત પરથી સંકટ ઓછું થયું, ઓમાન તરફ ફંટાયું : સ્કાયમેટ

વાયુ વાવાઝોડાનો ગુજરાત પર કોઈ ખતરો નહીં : સ્કાયમેટ

હવામાન એજેન્સી સ્કાયમેટે દાવો કર્યો છે કે વાયુવાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય. આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. હાલ જે કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે.