09 October, 2024 01:09 PM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
મહિલાઓ–યુવતીઓએ ગરબે ઘૂમીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
હાલમાં નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા સહિત ગુજરાતમાં તેમ જ કલકત્તામાં બનેલી રેપની ઘટનાઓના પડઘા ગુજરાતના ગરબામાં પણ પડ્યા છે. મધ્ય ગુજરાતના પંચમહાલમાં આવેલા કાલોલમાં બળાત્કારીઓને ફાંસી આપવાની માગણી સાથેનાં પ્લૅકાર્ડ હાથમાં લઈને મહિલાઓ અને યુવતીઓએ ગરબે ઘૂમીને વિરોધ વ્યક્ત કર્યો હતો. કાલોલમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં સોમવારે ગરબાના કાર્યક્રમ દરમ્યાન ગરબે ઘૂમતી મહિલાઓએ તેમના હાથમાં વી વૉન્ટ જસ્ટિસ, બળાત્કારીઓને ફાંસી આપો એવું લખેલાં પ્લૅકાર્ડ સાથે રાખ્યાં હતાં અને એને લોકો સમક્ષ દર્શાવીને મૂક વિરોધ કર્યો હતો.