વડોદરા હિંસા : પોલીસ ઍક્શનમાં, 37 તોફાનીઓની અટકાયત,પથ્થરમારો પૂર્વયોજિત

22 December, 2019 11:50 AM IST  |  Vadodara

વડોદરા હિંસા : પોલીસ ઍક્શનમાં, 37 તોફાનીઓની અટકાયત,પથ્થરમારો પૂર્વયોજિત

વડોદરામાં માહોલ શાંત

(જી.એન.એસ.) રાજ્યમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ડ ઍક્ટના વિરોધમાં એક પછી એક જગ્યાએ હિંસક તોફાનો થઈ રહ્યાં છે. અમદાવાદમાં કાશ્મીર પૅટર્નથી થયેલાં તોફાનો બાદ ગઈ કાલે વડોદરાના હાથીખાના વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જોકે પોલીસના કહેવા મુજબ આ ઘટના પૂર્વયોજિત હોવાનું અનુમાન છે, કારણ કે પોલીસ જ્યારે નજીકના વિસ્તારમાં વિડિયોગ્રાફી કરી રહી હતી એ સમયે અચાનક હુલ્લડ ફાટી નીકળ્યાં હતાં અને મોટી સંખ્યામાં ઇંટ અને પથ્થરો ફેંકવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસે ૩૭થી વધુ તોફાનીઓની અટકાયત કરી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

વડોદરામાં થયેલાં હિંસક તોફાનોની તપાસ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. તેમણે જણાવ્યું હતું કે ‘મસ્જિદમાંથી લોકો બહાર નીકળ્યા હતા ત્યારે પૅટ્રોલિંગ દરમ્યાન પોલીસની ટીમ એ વિસ્તારની વિડિયોગ્રાફી કરી રહી હતી, પરંતુ મસ્જિદમાંથી બહાર નીકળતા લોકોની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી ન હતી છતાં કેટલાક લોકોએ વિડિયોગ્રાફી કરતાં હોવાનું કહીને સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સમયે ૨થી ૩ છોકરાઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો અને પછી પથ્થરમારો વધી ગયો હતો જેથી પોલીસ દ્વારા જવાબમાં ટિયર ગૅસના સેલ છોડવામાં આવ્યા હતા.

vadodara gujarat