વડોદરાના ગુમ પરિવારની કાર કનાલમાંથી મળી, પાંચેયના મૃતદેહ મળ્યા

06 March, 2020 07:42 AM IST  |  Vadodara

વડોદરાના ગુમ પરિવારની કાર કનાલમાંથી મળી, પાંચેયના મૃતદેહ મળ્યા

પ્રતીકાત્મક તસવીર

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા માટે ૧ માર્ચ, રવિવારના દિવસે વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા પરમાર પરિવારના પાંચ લોકો ગયા હતા. આ પરિવાર પોતાની કાર લઈને સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા ગયા હતા. ત્યાર બાદ આખા પરિવારની કોઈ ભાળ મળી નહોતી રહી અને તેમના ફોન પણ સ્વિચ ઑફ આવતા હતા. આજે ડભોઈના તીનતલાવ પાસે નર્મદા કનાલમાં તેમની કાર મળી છે. આ કારમાં જ પાંચે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્યારે હાલ કેવડિયા પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

પહેલી માર્ચથી પાંચમી માર્ચે સુધી આ પરિવારની કાર કેમ મળી નથી આવી એ વિશે કેવડિયા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. વડોદરાના નવાપુરા વિસ્તારના એસ.આર.પી. ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક ૯ વર્ષનો છોકરો અને ૭ વર્ષની છોકરી સાથે કેવડિયાના સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા ગયાં હતાં.

gujarat vadodara