09 June, 2024 02:24 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Vadodara Crime News: વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલ વાડી સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં મુકાયું છે. તમને જણાવી દઈએ કે વાડી સ્વામિનારાયણ સંપ્રદાયના વડોદરામાં આવેલા મંદિરના પૂજારી સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. ત્યાંની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મંદિરના પૂજારી કે જેમનું નામ જગત પવન તરીકે સામે આવ્યું છે, તેમની સામે બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પીડિતાએ દ્વારા શું કહેવામાં આવ્યું?
તમને જણાવી દઈએ કે પીડિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પૂજારી સામે કેસ નોંધાવ્યો છે. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે વડોદરા (Vadodara Crime News)ના વડતાલના વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી જગત પવન સ્વામીએ 2016માં એક બાળકી કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આજથી આઠ વર્ષ પહેલાનો આ કિસ્સો છે, કેમ હવે જાગી આ યુવતી? ઉઠયા છે અનેક સવાલો
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે પોતે 2014થી મંદિરમાં દર્શન માટે જતી હતી. વર્ષ 2016માં એક દિવસ અચાનક તેની પર પૂજારી જગત પવન સ્વામીનો ફોન આવ્યો હતો. અને ત્યારબાદ રોજ તે નંબરથી વોટ્સેપ પર મેસેજ સુદ્ધાં મોકલવામાં આવતા હતા. એક દિવસ તો સ્વામીએ આ યુવતીને ઘડિયાળની ભેટ આપવાના બહાને તેને વાડી મંદિરની નીચે આવેલ એક રૂમમાં બોલાવી હતી. જ્યાં સ્વામીએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
યુવતી પાસેથી ન્યુડ ફોટોઝ મંગાવવામાં આવતા હતા
Vadodara Crime News: આ યુવતીએ આઠ વર્ષ બાદ નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે સ્વામી દ્વારા આ યુવતીને વોટ્સએપ ગ્રૂપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવવામાં આવતો હતો. આ સાથે એવો પણ ખુલાસો આ યુવતીએ કર્યો હતો કે સ્વામી દ્વારા વોટ્સેપ ગ્રૂપમાં આ યુવતીને લઈને ગંદી વાતો પણ થતી હતી. વળી, યુવતી પાસે ન્યૂડ વીડિયો કોલ પણ કરાવવામાં આવ્યો હોવાની ચોંકવાનારી માહિતી સામે આવી છે.
સ્વામીએ આપી હતી આવી ધમકીઓ
અત્યારસુધી આ યુવતી ચૂપ રહી હતી. કારણકે સ્વામીએ તેણીના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી અને તેને આ બાબત (Vadodara Crime News)ને કોઈપણ હાલતમાં ફેલાવવાની કે બહાર પાડવાની ના પાડી હતી.
યુવતીએ કરી છે આ માંગ
જ્યારે યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે તે ૧૪ વર્ષની સગીરા હતી. તે સમયે તે ખૂબ જ ડરી ગઈ હતી અને આ જ કારણોસર તેણીએ તે વખતે ફરિયાદ કરી નહોતી. હવે તે તેના કોઈ મિત્ર સાથે આ વાતની ફરિયાદ લઈને આવી હતી. પૂજારી જગત પાવન સ્વામીના મોબાઈલમાં તેણીના જે કોઈ ન્યુડ ફોટોઝ (Vadodara Crime News) રહેલા છે તે તમામ ફોટોઝ તાત્કાલિક ધોરણે ડિલીટ કરવામાં આવે એવી પણ માંગણી આ યુવતીએ કરી છે.