વડોદરાઃ કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ માટે અમિષા પટેલે કર્યો પ્રચાર

21 April, 2019 06:37 PM IST  |  વડોદરા

વડોદરાઃ કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ માટે અમિષા પટેલે કર્યો પ્રચાર

અમિષા પટેલે વડોદરામાં કર્યો પ્રચાર

પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે તમામ પક્ષોએ જોરદાર પ્રયાસો કર્યા. ખુદ વડાપ્રધાન મોદીએ સભા કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સાણંદમાં રોડ શો કર્યો. તો કોંગ્રેસ પણ પ્રચારમાં કચાશ ન છોડી. વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ માટે ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલે પ્રચાર કર્યો અને તેમની વડોદરાથી જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

કોણ છે વડોદરાની રેસમાં?
સંસ્કારી નગરીથી સાંસદ બનવા માટે ભાજપના રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસના પ્રશાંત પટેલ મેદાનમાં છે.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો વડોદરા લોકસભા બેઠકને

2014માં ખુદ વડાપ્રધાન મોદી અહીંથી ચૂંટણી લડ્યા હતા, જો કે તેમણે વારાણસીની બેઠક જાળવી રાખવા માટે વડોદરા બેઠક છોડી હતી અને પેટા ચૂંટણીમાં રંજનબેન ભટ્ટ વિજેતા થયા હતા. અહીં સતત પાંચ ટર્મથી ભાજપ જીતી રહ્યું છે. 2109માં મતદાતાઓ કોને પોતાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપે છે તે તો 23 મે ના દિવસે જ ખબર પડશે.

ameesha patel Loksabha 2019 vadodara