દક્ષિણ ગુજરાતમાં પડ્યો કમોસમી વરસાદ

26 May, 2022 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક તરફ દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ગઈ કાલે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં તોફાની પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ ઃ એક તરફ દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ગઈ કાલે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં તોફાની પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈ કાલે દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ, દમણ, વઘઈ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. એમાં પણ વાપી શહેરમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે કેરી અને ચીકુ સહિતના પાકોને નુકસાની જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના સમુદ્રમાં અને જમીન પર ૨૭ મેથી ૨૯ મે દરમ્યાન ભારે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

 

gujarat news Gujarat Rains